ધ્રોલના ખેંગારકા ગામમાં પીજીવીસીએલના કર્મચારી ની ફરજમાં રૂકાવટ

  • July 10, 2021 01:21 PM 

લાઈટો કેમ બંધ થાય છે તેમ કહીને કાઠલો પકડીને ધમકી આપી: બે સામે ફરિયાદ

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં વારંવાર લાઈટો કેમ જાય છે તેમ કહીને ઉશ્કેરાયેલા શખસે પીજીવીસીએલના કર્મચારીનો કાંઠલો પકડીને જાનથી મારી નાખવાની ધમકી દઇ ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ધ્રોલના ગોકુલ પાર્ક-4માં રહેતા અને મૂળ ગીર સોમનાથના સિદ્ધાર્થ નગર સોસાયટીના વતની તથા ધ્રોલ ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલના કર્મચારી વિશાલભાઈ મનુભાઇ રાઠોડ ઉમર વર્ષ 23 ગત તારીખ 7 ના રોજ પોતાની કાયદેસરની વીજતંત્રની ફરજમાં હતા.

ખેંગારકા ગામના 66 કેવી સ્ટેશન ખાતે હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ખેંગારકા ગામની લાઈટો વારંવાર કેમ બંધ થાય છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇને આરોપીઓએ ફરિયાદી વિશાલભાઈનો કાઠલો પકડી, અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.

પીજીવીસીએલ ના કર્મચારી વિશાલભાઈ રાઠોડ દ્વારા આ બનાવ અંગે ધ્રોલ પોલીસમાં ગઈકાલે હરપાલસિંહ ઉર્ફે હપો જાડેજા તથા તેની સાથેનો એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ આઈપીસીની કલમ 186, 504, 506(2),114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે નાના એવા ગામમાં ચકચાર મચાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)