જાપાનના કાવાગોએ શહેરમાં તાજેતરમાં બનેલી એક મસ્જિદ પાકિસ્તાન સરકાર અને ત્યાંના સ્થાનિક સમુદાય માટે મોટી રાજદ્વારી શરમીંદગીનું કારણ બની છે. આ વર્ષે ૩ એપ્રિલના રોજ ટોક્યો સ્થિત પાકિસ્તાની દૂતાવાસના રાજદૂત અબ્દુલ હમીદની ઉપસ્થિતિમાં આ મસ્જિદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ સરકારી પરવાનગી વગર બનેલી ઇમારત પર જાપાની પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવવાની તૈયારીઓ ચાલી રહી છે.
સ્થાનિક વહીવટીતંત્રનો દાવો:- પરવાનગી વિના થયું બાંધકામ
કાવાગોએ સિટી હોલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ મસ્જિદનું નિર્માણ એવા 'અર્બન ડેવલપમેન્ટ કંટ્રોલ ઝોન' માં કરવામાં આવ્યું છે જ્યાં કોઈપણ પ્રકારના નવા બાંધકામની સખત મનાઈ હોય છે. આવા વિસ્તારમાં બાંધકામ માટે 'નગર આયોજન અધિનિયમ' (Town Planning Act) હેઠળ વિશેષ મંજૂરીઓ લેવી અનિવાર્ય છે, જે આ પ્રોજેક્ટ માટે લેવામાં આવી ન હતી. નિયમોના ભંગ બદલ સ્થાનિક રહીશો અને સંબધિત પક્ષો તરફથી આ ગેરકાયદેસર બાંધકામને હટાવવાની માંગણી કરવામાં આવી છે, જેને પ્રશાસને સમીક્ષા માટે સ્વીકારી લીધી છે.
પાકિસ્તાની દૂતાવાસે વિવાદ વધતા પ્રોજેક્ટથી છેડો ફાડ્યોઆ સમગ્ર મામલો મીડિયામાં આવતા અને કાયદાકીય ગૂંચવણો વધતા ટોક્યો સ્થિત પાકિસ્તાની દૂતાવાસે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણ અળગો કરી લીધો છે.
દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે,ખોટી માહિતી આપીને આમંત્રણ અપાયું
રાજદૂત અબ્દુલ હમીદ ઉદ્ઘાટન સમારોહમાં માત્ર એટલા માટે સામેલ થયા હતા કારણ કે આયોજકો દ્વારા તેમને એવી ખોટી માહિતી આપવામાં આવી હતી કે જાપાની કાયદા મુજબની તમામ વહીવટી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.
કાયદાનું પાલન કરવાની અપીલ
દૂતાવાસે ૧ જૂનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જાપાનમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને સ્થાનિક કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપી છે.
સરકારી સ્તરે અસહકાર:- પાકિસ્તાની દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે જાપાનના કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ ખાનગી પ્રોજેક્ટને તેમનું સમર્થન નથી અને તેઓ તપાસમાં જાપાની સત્તાવાળાઓને પૂરો સહકાર આપશે.