રાજકોટ શહેર પોલીસ બેડામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા સાત પીઆઈની આંતરીક બદલી કરાઈ છે. જેમાં મજબુત ગણાતા એવા આર્થિક ભારણવાળા ઈકોનોમીક ઓફેન્સ વીંગ (ઈઓડબલ્યુ)માં કે.જે.કરપડાને મુકવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચમાં પણ એક પીઆઈનો વધારો કરી ત્યાં સી.એચ.જાદવને પોષ્ટ્રીંગ અપાયું છે. જાદવની જગ્યા એન્ટી હૃયુમન ટ્રાફિકીંગ યુનીટમાં પ્ર.નગર પીઆઈ બી.એમ.ઝણકાંટની બદલી કરાઈ છે. બદલીમાં કોઈ ગેમીંગ નડી ગયાની ચર્ચા છે.
ઈઓડબલ્યુના પીઆઈ જે.એમ.કૈલા સામે હાઈકોર્ટમાં આર્થિક વહીવટ બાબતે થયેલી બાદ કૈલાને લીવ રીઝર્વમાં મુકી દેવાયા હતા અને અત્યાર સુધી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને ચાર્જ આપી ગાડુ ગબડાવ્યું હતું. જો કે, આર્થિક ભારણવાળા આ મહત્વના સેલમાં ઈન્ચાર્જના બદલે રેગ્યુલર પોષ્ટ્રીંગ થાય તો જ વ્યવસ્થિત અને ધાર્યું કામ થઈ શકે કે નીકળી શકે. હવે આર્થિક ગુના નિવારણ સેલ (ઈઓડબલ્યુ)માં સરળ ગણાતા ગાંધીગ્રામના પીઆઈ કે.જે.કરપડાને મુકવામાં આવ્યા છે. ત્રણ પીઆઈને લીવ રીઝર્વમાંથી મુકિત મળી છે. જેમાં બેને ફિલ્ડમાં કામ કરવાની તક સાંપડી છે. પીઆઈ એસ.આર.મેવાણીને ગાંધીગ્રામ પોલીસ મથકમાં, વી.આર.વસાવાની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જયારે જી.આર.ચૌહાણને એમઓબીમાં મુકવામાં આવ્યા છે. ત્યાંના એસ.ડી.ગીલવાને પણ મહત્વના ગણાતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સ્થાન મળ્યંું છે.
એલસીબી ઝોન–૧માં
પીએસઆઇ પણ બદલાયા
સાત પીઆઈની આંતરીક બદલી થયાની સાથે એલસીબી ઝોન–૧ની ટીમમાં ફેરફાર થયો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા તથા જીતુભા ઝાલાની બદલી કરાયા બાદ પીએસઆઈ બી.વી.બોરીસાગરની બદલી પ્ર.નગર પોલીસ મથકમાં કરાઈ છે. તેમના સ્થાને પ્ર.નગરના બી.વી.ચુડાસમાને મુકવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાંચ પીઆઇ ગોંડલીયા સાથે પ્ર.નગરમાં અગાઉ પીએસઆઇ ચુડાસમા ફરજ બજાવી ચૂકયા હોવાથી ટયુનીંગ જળવાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં 14 ટ્રેક્ટર, ટ્રોલીની ચોરી કરનાર બંને ઇસમ સામે ગેંગ કેસ દાખલ
December 18, 2024 06:24 PMજો પીએમ મોદીને આંબેડકર માટે આદર છે તો અમિત શાહને હટાવી દેવા જોઈએ: ખડગે
December 18, 2024 05:49 PMવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMદુબઈના શેખની લકઝરી લાઈફસ્ટાઈલ, સોનાના વાસણમાં પીવે છે ચા
December 18, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech