દશેક વર્ષના લગ્નજીવન બાદ પતિ સાસરિયા સાથે અણબનાવો બાબતે પુત્રીને સાથે રાખી રિસામણે બેઠેલી પરિણીતા અને એની પુત્રીનું ભરણ પોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં કરેલી અરજી સાથે વચગાળાની રકમની અરજીમાં કોર્ટે પત્ની સગીર પુત્રીને માસિક રૂપિયા 5000 ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, સોનલબેન ડો/ઓ બટુકભાઈ ખીંટના લગ્ન વિમલ પુનાભાઈ ભુંડીયા સાથે આ આશરે ૧૧ વર્ષ પહેલા થયા બાદ એક સંતાન પુત્રી હેત્વી છે. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવને કારણે છેલ્લા એકાદ વર્ષથી બંને અલગ રહે છે. દરમિયાન પત્ની સોનલબેને તેના પતિ વિમલ પુનાભાઈ ભુંડીયા અને સાસરિયાં સામે
શારીરિક માનસિક ત્રાસ, મારકૂટ, સસરા પક્ષે જણાવેલા માવતર તરફથી મળેલા સહિતના દાગીના સહિતનું સ્ત્રીધન જુગારની લતને કારણે પતિએ વેચી નાખવા સહિતના ત્રાસથી કંટાળી પુત્રી સાથે પિતાના ઘરે આવી ગઈ હોવાનું જણાવીને ગઈ તારીખ 21/ 6/ 2024 ના રોજ પતિ પાસેથી પોતાનું અને સગીર પુત્રીનું ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં તેના વકીલ મારફત ફરિયાદ અરજી કરી હતી. તે અરજી અન્વયે ચાલુ કેસ દરમિયાન વચગાળાનું ભરણપોષણ મળવા પણ માગણી કરી હતી. તેમાં અરજદારના વકીલ દ્વારા રજુ રાખવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ, રજૂઆતો અને દલીલો ધ્યાને લઈને ફેમિલી કોર્ટ જજ એચ.એન. દેસાઈ દ્વારા કેસ ચાલતા દરમ્યાન અરજદાર સોનલબેનને માસીક રૂા. ૩૦૦૦ તથા સગીર પુત્રી હેત્વીને માસીક રૂા. ૨૦૦૦ લેખે મળી કુલ રૂા.૫૦૦૦ વચગાળાના તબકકે મુળ અરજીનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી હાલની અરજીની તારીખથી એટલે કે તા. ૬/ ૯/ ૨૦૨૪ના રોજથી નિયમીત ચડયે ચડયા ચુકવી આવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કામમાં અરજદારો વતી વકીલ કિશન આર.મેવાડા, જીગર એચ. કણજારીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech