દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું. શુભમન ગિલની સદી અને મોહમ્મદ શમીની પાંચ વિકેટની મદદથી ભારતે 46.3 ઓવરમાં 229 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ મેચમાં ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ્સ કેમેરામાં કેદ થઈ છે. જેમાં બાળકોએ સ્ટેડિયમમાં વિરાટ કોહલીને ઘેરી લઈ ઓટોગ્રાફ લીધા હતા. જ્યારે રોહિત શર્માએ બાંગ્લાદેશી ખેલાડીના જૂતાની દોરી બાંધતો નજરે પડ્યો હતો. તેમજ અક્ષરના હેટ્રિક બોલ પર રોહિત શર્માએ કેચ છોડ્યો હતો
શિખર ધવન ટ્રોફી લાવ્યો
મેચ પહેલા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી શિખર ધવન ટુર્નામેન્ટની ટ્રોફી સાથે મેદાન પર પહોંચ્યો હતો. ધવન ICC ટુર્નામેન્ટમાં ભારતના ટોચના બેટરમાંનો એક છે. તેમણે ઓગસ્ટ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેઓ દુબઈ સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓને પણ મળ્યા.
બાળકોએ વિરાટ કોહલી પાસેથી ઓટોગ્રાફ લીધા
ભારતીય રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય ટીમ સાથે આવેલા નાના બાળકોએ રાષ્ટ્રગીત પછી સ્ટાર બેટર વિરાટ કોહલીને ઘેરી લીધો. બાદમાં, વિરાટે બધા સાથે હાથ મિલાવ્યા અને ઓટોગ્રાફ પણ આપ્યા.
શુભમનનો શાનદાર કેચ
બાંગ્લાદેશે 7મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. મેહદી હસન મિરાઝને 5 રનના સ્કોર પર શમીએ આઉટ કર્યો. મેહદી હસન ઓવરપિચ્ડ બોલ ડ્રાઇવ કરવાની કોશિશ કરી રહ્યો હતો. અહીં બોલ બેટની બહારની ધારથી સ્લિપમાં શુભમન ગિલના હાથમાં ગયો. તેણે એક શાનદાર કેચ પકડ્યો.
રોહિતે કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો
9મી ઓવરમાં, અક્ષર પટેલે સતત બે બોલ પર 2 વિકેટ લીધી. તે હેટ્રિક પર હતો પણ રોહિતે સ્લિપમાં ઝાકિર અલીનો કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો. તેણે પોતાની પહેલી ઓવરના બીજા બોલે તંજીદ હસન તમીમ (25) અને મુશફિકુર રહીમ (0) ને આઉટ કર્યા.
રોહિતે ઝાકીરના જૂતાની દોરી બાંધી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશી ખેલાડી ઝાકિર અલીના જૂતાની દોરી બાંધીને ખેલદિલીનું પ્રદર્શન કર્યું. 33 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ, ઝાકિરે બાંગ્લાદેશની ઇનિંગ્સ સંભાળી અને 68 રન બનાવ્યા.
ઝાકિર અલીએ રાહુલનો કેચ છોડ્યો
37મી ઓવરમાં કેએલ રાહુલને જીવનદાન મળ્યું. તસ્કિન અહેમદની આ ઓવરમાં ઝાકિર અલીએ રાહુલનો કેચ છોડી દીધો. રાહુલ લેન્થ બોલ પર મોટો શોટ રમવા માંગતો હતો. બોલ સ્ક્વેર લેગ પર ઉભેલા ઝાકિર અલી પાસે ગયો, પરંતુ ઝાકિર તેને પકડી શક્યો નહીં.
રાહુલે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી
47મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે તંજિમ હસન સાકિબ સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને જીત અપાવી. રાહુલે 47 બોલમાં 41 રન બનાવ્યા. તેની સામે શુભમન ગિલ 101 રન બનાવીને નોટઆઉટ રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોકર્સ બેલી શું છે? જાણો કુદરતી રીતે તેને ઘટાડવાની સરળ ટિપ્સ
May 14, 2025 03:55 PMઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech