BREAKING NEWS

જામનગર : કોર્પોરેશને લીધેલી લોનનું વ્યાજ ૩૬૫૪૨ લાખે પહોંચ્યુ: સરકાર રાહત આપશે?

  • February 03, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા એક સમયે કર્મચારીઓનાં પગાર ચુકવવામાં પણ પહોંચી શકતી ન હતી. નર્મદાના પાણી ચાર્જ ઉપરાંત ઇએસઆર, અછત લોન, ભુગર્ભ ગટર સહિતની લોનની જવાબદારી દિનપ્રતિદિન વધતી જાય છે અત્યારે કુલ જવાબદારી ૧૦૨૭૦૧.૬૯ લાખે પહોંચી છે. દિનપ્રતિદિન વ્યાજ વધતુ જાય છે. કુલ મુદલ તો ૬૬૧૫૮.૭૨ લાખ છે ત્યારે લોનનું વ્યાજ ૩૬૫૪૨.૦૯૭ લાખ છે. સરકાર જામનગર મહાપાલિકાની લોનની જવાબદારી સામે રાહત આપે તો જ કોર્પોરેશનને ફાયદો થઇ શકે હાલ તો ફકત લોન જ ૩૬૫૪૨.૯૭ લાખે પહોંચી છે. તે મહાપાલિકાની મોટી જવાબદારી છે. વિવિધ લોનની વાત કરીએ તો અછતની કુલ ૨૬૪.૩૧ લાખની સામે ૧૨૧૩.૧૫ લાખ વ્યાજ થઇ ચુકયુ છે અને તેની જવાબદારી કુલ ૧૪૭૭.૪૬ લાખ થાય છે.


જયારે ફુલઝર ડેમ ૧૨૪.૬૯ લાખ સામે વ્યાજ ત્રણ ગણું એટલે કે ૫૭૭.૯૧ લાખ થઇ ગયું છે અને કુલ ૭૦૨.૬૦ લાખ રકમ નેશનલ સ્લમ ડેવલોપમેન્ટની કુલ લોન ૨૦૩.૯૫ લાખ જયારે આજી ૩ ગુજરાત હાઉસીંગ બોર્ડની ૧૫૪.૭૫ લાખ લોન સામે ૫૯૭.૮૦ લાખ વ્યાજ થયુ છે અને કુલ ૭૫૨.૯૫ લાખ થયું છે. ફિલ્ટર પ્લાન્ટેશન પ્લાન્ટની જવાબદારી ૧૩૦.૭૬ લાખ થવા જાય છે. આ ઉપરાંત ગુલાબનગર ઇએસઆર ૩૭.૧૬ લાખની જવાબદારી સામે ૧૦૪.૭૨ લાખ વ્યાજ સહિત કુલ ૧૪૧.૮૮ લાખની જવાબદારી વધી છે. જયારે ભુગર્ભ ગટર (એલઆઇસી) ની જવાબદારી ૪૫.૦૯ની સામે ૯૮.૩૪ લાખ વ્યાજ અને કુલ ૧૪૩.૪૩ લાખ થાય છે. ઉંડ ડેમમાં ડિફેન્સમાં ૪૦૫.૮૧ લાખ સામે ચાર ગણુ ૧૭૮૧.૮૧ લાખ થઇને કુલ ૨૧૮૭.૬૨ લાખ થાય છે.


  ખાસ કરીને વિશ્ર્વ બેંકની લોનમાં ઉંડ ડેમમાં ૩૦૩.૭૩ લાખની સામે ૯૬૪.૩૪ લાખ અને કુલ ૧૨૬૮ લાખ, વોટર ચાર્જીસનાં ૨૭૬૯૭.૩૨ લાખ ચુકવવાનાં થાય છે. જયારે પાઇપલાઇનનાં ૩૦૨ લાખ, પોલ્યુશન ચાર્જીસના ૧૦૧.૨૭ લાખ, જામનગર સિંચાઇ વિભાગનાં ૯૫૫૬.૮૫ સામે ૧૮૬૩૬.૧૫લાખ થઇ કુલ ૧૨૮૧૯૩ લાખની જવાબદારી કોર્પોરેશન પર છે જયારે રાજકોટ સિંચાઇ વિભાગનાં લેણા ૮૨૮૯.૬૭ લાખ સામે ૧૦૬૨૭.૮૯ લાખ થઇ કુલ ૧૮૯૧૭.૫૬ લાખ, ટીપી ડીપી વળતર ૧૭૧.૭૬ લાખ, અનામત ૧૬૦૯૪.૯૮ લાખ, અછત લોન ૪૫લાખ, ડિબેન્ચર લોન ૧૮૮.૮૬ લાખ કુલ રાહત ૬.૮૫ લાખ, ફાયર ફાઇટર ૪૭૭.૫૭ લાખ, વહીવટી ભવન અને વિવેકાનંદ બ્રીજનાં ૪૪૬.૩૭ લાખ સામે વ્યાજ થઇ કુલ ૧૩૯૭.૯૦ લાખ જયારે સ્લમના ૧૫૬.૧૪ લાખની જવાબદારી તેમજ નગરવિકાસ સુનિધી યોજનાની જવાબદારી ૧૪૩.૧૭ લાખની થવા જાય છે.


ખાસ કરીને મહાપાલિકાની લોન અને અન્ય જવાબદારીમાં જોઇએ તો લગભગ અધોઅધ રૂપિયાની જવાબદારી પાણી ચાર્જમાં જ જાય છે. ખાસ કરીને નર્મદાનું પાણી ખુબ જ મોંઘુ હોય છે, ઉનાળાનાં સમયમાં તો દરરોજ ૪૦ થી ૬૦ એમએલડી પાણી લેવામાં આવે છે. ત્યારે જો સરકાર આ બાબતે કુણુ વલણ અપનાવે તો જામનગરને ફાયદો થાય અગાઉ પદાધિકારીઓએ પણ નર્મદાનાં પાણીનાં રૂપિયા માફ કરવા સરકારમાં રજુઆત કરી છે. જો કે હજુ સુધી વ્યાજ માફી કે નવી ગ્રાન્ટનાં રૂપિયા જામનગરને કોર્પોરેશનને આપવાની કોઇ જાહેરાત કરવામાં આવી નથી એટલે કે અત્યારે તો જામનગર કોર્પોરેશન ઉપર રૂપિયા ૧૦૨૭૦૧.૬૯ લાખની જવાબદારી છે. તે પણ હકીકત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application