રૂડાની દિવાળી ભેટ: વેજાગામ–વાજડીગઢની ટીપી સ્કિમનો ઇરાદો જાહેર, બોર્ડમાં બહાલ

  • October 24, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની કચેરી ખાતે આજે ચેરમેન ડી.પી.દેસાઇની અધ્યક્ષતામાં ૧૭૪મી બોર્ડ મિટિંગ યોજાઇ હતી જેમાં વેજાગામ અને વાજડીગઢ વિસ્તારમાં કુલ ત્રણ ટીપી સ્કિમો બનાવવાનો ઇરાદો જાહેર કરાયો હતો જેને બોર્ડ મેમ્બર્સ દ્રારા સર્વાનુમતે બહાલી અપાઇ હતી.
ડાની બોર્ડ મિટિંગમાં મંજુર થયેલી વિવિધ દરખાસ્તોમાં (૧) સતામંડળની તૃતીય મુસદ્દાપ પુનરાવર્તિત વિકાસ યોજના બનાવવા મંજૂરી આપી (૨) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–૧૯૭૬ની કલમ–૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.–૮૦ (વેજાગામ–વાજડીગઢ) બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી (૩) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–૧૯૭૬ ની કલમ–૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.–૮૧ (વેજાગામ) બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી (૪) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–૧૯૭૬ ની કલમ–૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.–૮૨ (વેજાગામ) બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી (૫) ડા વિસ્તારની મંજુર થયેલી મુસદ્દાપ નગર રચના યોજના નં.૪૧(સોખડા–માલીયાસણ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્રારા તૈયાર કરાયેલ કામચલાઉ પુન:રચનાની દરખાસ્તોને પરામર્શ આપવા મંજૂરી આપી (૬) ડા વિસ્તારની મંજુર થયેલી મુસદ્દાપ નગર રચના યોજના નં.૩૮૨ (મનહરપુર–રોણકી)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્રારા તૈયાર કરાયેલ કામચલાઉ પુન:રચનાની દરખાસ્તોને પરામર્શ આપવા મંજૂરી આપી (૭) રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની વિકાસ યોજના અંતર્ગત બ્લૂ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કન્સલ્ટન્સીની નિમણુક કરવા મંજૂરી આપી (૮) ડા હસ્તકના કાંગશિયાળી ગામે નેશનલ હાઇવે–૨૭ (ખોડિયાર હોટલ)થી કાંગશિયાળી ગામના ગેટ તરફ ૪૫.૦મી. ડી.પી. રસ્તાના બાંધકામને મંજૂરી આપી (૯) ડાના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિવિધ સાઇટ ખાતે ફાળવેલ આવાસના લાભાર્થીઓ દ્રારા આવાસના દસ્તાવેજ કરાવતા ન હોય તેવા લાભાર્થીઓના આવાસની ફાળવણી રદ્દ કરવા બોર્ડ દ્રારા મંજુરી આપવામાં આવી હતી તેમજ (૧૦) ડાના નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ના વાર્ષિક હિસાબોને બહાલી સહિતની દતખાસ્તો મંજુર કરાઇ હતી.ઉપરોકત બોર્ડ મિટિંગમાં ડા ચેરમેન કમ મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી.દેસાઈ, રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીઝ મહેશ જાની, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, ડાના સી.ઇ.એ. જી.વી.મીયાણી, કલેકટરના પ્રતિનિધિ તરીકે ચાંદની પરમાર, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા મહાપાલિકાના સીટી એન્જીનિયર કે.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા

બ્લુ ઇન્ફ્રાસ્ટ્રકચર: નદી, નાળા, વોંકળા, નહેર, વોટર–વે સહિતનો સર્વે કરાશે
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા બ્લુ ઇન્ફ્રાસ્ટ્રકચરનો સર્વે કરવા કેન્દ્ર સરકારની નવી દિલ્હી સ્થિત કન્સલ્ટન્ટ એજન્સીની નિમણુકં કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. ટૂંક સમયમાં એજન્સી દ્રારા ડા વિસ્તારમાં આવતા તમામ નદી, નાળા, વોંકળા, નહેર, વોટર–વે સહિતનો ઉંડાણપૂર્વક સઘન સર્વે કરી ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરાશે જેથી કયાં આગળ પાણીના વ્હેણ અવરોધાય છે તેની જાણકારી મળશે અને તેના પરિણામ સ્વપે ભવિષ્યમાં ચોમાસામાં વરસાદી પાણીને અવરોધ થવાની કે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ મળશે. જે કોઈ સ્થળે દબાણો કે ગેરકાયદે બાંધકામોને કારણે પાણી અવરોધાતુ હશે ત્યાં ડિમોલિશન કરવાનું પણ આયોજન છે. ગુગલ મેપથી મૂળ સ્થિતિ અને બ સ્થળ તપાસની હાલની સ્થિતિની તુલનાત્મક સમીક્ષા કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application