જામનગરમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ

  • December 27, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૧ ડિસેમ્બર પૂર્વે પોલીસ ઍકશન મોડમાં: અલગ-અલગ જગ્યાએ વાહન ચેક કરાયા

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે નવા વર્ષ ની ઠેર-ઠેર ઉજવણી થશે. જેના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલીયાઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગઈ મોડીરાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના થી સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોર્ડના પી.એસ.આઈ. ભગીરથસિંહ વાળા સહિત સ્ટાફ દ્વારા પવનચક્કી સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગની કાર્યવાહી ૩૧ ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.
શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે, ખાસ કરીને થર્ટી ફર્સ્ટના અનુસંધાને પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઉપરાંત બૂટલેગરો અને દારુની હેરાફેરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરીને તાજેતરમાં જ જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application