સરમતની ખાડીમાં ભેદી રીતે ગૂમ થયેલાં માછીમારને શોધવા પોલીસની સઘન તપાસ

  • July 16, 2021 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ દિવસ પૂર્વે બેડી મરીનમાં માછીમાર ગૂમ થયાંની જાણ કરાઈ: સિક્કા પોલીસ દ્વારા કાંઠાળ વિસ્તારના માછીમારોની સાથે વાતચીત

જામનગર નજીક સરમતની ખાડીમાં થોડાં દિવસો પહેલાં માછીમારી કરવા ગયેલાં યુવાનને મોટી માછલી ગળી ગઈ હોવાના અહેવાલો વહેતાં થયાં હતાં અને ગ્રામજનોએ આ બાબતે જણાવ્યું હતું. દરમિયાનમાં ભેદી રીતે લાપત્તા બનેલા માછીમારનો કોઈ પત્તો સાંપડ્યો નથી, આથી સિક્કા અને મરીન પોલીસ દ્વારા આ પ્રકરણમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. માછીમાર ગૂમ થયાંની નોંધ મરીન પોલીસમાં કરવામાં આવી છે. ગઈકાલે પોલીસ દ્વારા દરિયાઈ કાંઠાળ વિસ્તારમાં તપાસ આદરી હતી.

રસુલનગરમાં રહેતાં આમદભાઈ ઓસમાણભાઈ સુંભણિયા નામના માછીમાર ગત્ તા.19ના સરમત દરિયાઈ ખાડી વિસ્તારમાં માછીમારી કરવા માટે ગયાં હતાં, ત્યારબાદ બોટ અને માછીમારીના સાધનો મળી આવ્યા હતાં, પરંતુ યુવાનનો કોઈ પત્તો મળ્યો નહોતો. માછીમારને કોઈ મોટી માછલી ગળી ગઈ હોવાની વાયકા ફેલાઈ હતી અને ગ્રામજનોએ આ અંગે વાત કરી હતી તેમજ મોટી માછલી જોઈ હોવાનું પણ જે તે વખતે પોલીસને કહ્યું હતું. અગાઉ સિક્કાના પીએસઆઈ પરમાર સહિતની ટૂકડી દ્વારા વહેતા થયેલાં અહેવાલોના પગલે રસુલનગર વિસ્તારમાં ગ્રામજનો સાથે વાતચીત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ગૂમ થનારના કોઈ સગડ મળ્યાં નહોતાં.

ગત્ તા.20થી માછીમાર ભેદી રીતે ગૂમ થવા અને માછલી ગળી ગઈ હોવાની ચચર્નિા પગલે રસુલનગર વિસ્તારમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું અને એક તબક્કે માછીમારી કરવાનું બંધ કરી દેવાયું હતું. સિક્કા પોલીસ દ્વારા ગઈકાલે રસુલનગરના કાંઠાળ વિસ્તાર ખાતે તપાસ કરી હતી. કિનારે રહેતાં કેટલાંક માછીમારોને મળ્યાં હતાં. ગૂમ સંબંધે વાતચીત કરી હતી, હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. દરમિયાનમાં બેડી મરીન પોલીસમાં માછીમાર ગૂમ થવા અંગે ત્રણ દિવસ પહેલાં નોંધ કરાવવામાં આવી છે. આ ગૂમનોંધને લઈને મરીન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS