પોલીસનું સઘન ચેકિંગ: ૧૪ છરી સાથે, ૧૮ પીધેલા ઝડપાયા

  • May 10, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સરહદ પર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે ખાસ બેઠક બોલવામાં આવી હતી. બીજી તરફ ગૃહમંત્રી દ્વારા પણ ગઈકાલે બેઠક યોજાઈ હતી. રાજ્ય પોલીસને એલર્ટ રહેવા જણાવી દેવાયું હતું. જેના પગલે રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે.

શહેર પોલીસ દ્વારા ગઈકાલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ચેકિંગ દરમિયાન છરી સાથે ૧૪ ને ઝડપી લીધા હતા તેમજ દારૂ પી વાહન ચલાવનાર ૧૮ વાહન ચાલકોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત આ ઉપરાંત જાહેરનામા ભંગના પણ ચાર કેસ કર્યા છે. પીસીબીની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી હદપારીનો ભંગ કરનાર આઠ શખ્સોને ઝડપી લીધા હતા.

ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. ગઈકાલે ગુજરાતના કચ્છ- બનાસકાંઠા સરહદ પાસે ડ્રોન નજરે પડ્યા હતા જેને ભારતે તોડી પાડ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ હાલ સ્થિતિને ધ્યાને લઈ પોલીસ હાઈ એલર્ટ પર છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચના હેઠળ શહેર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવમાં આવી રહ્યું છે. ગઈકાલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસે છરી સાથે રાખી ફરતા ૧૪ શખસોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત દારૂ પી વાહન લઇ નીકળેલા ૧૮ વાહન ચાલકોને પણ પકડી પાડ્યા હતા. તે સિવાય કારખાના સહિતના ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતીઓને કામ પર રાખી તે અંગેની જાણ પોલીસને નહીં કરી નિયમનો ભંગ કરનાર ચાર શખસો વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેના પણ ગુના નોંધવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ જ પ્રકારે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવશે.


હદપારીનો ભંગ કરનાર ૪ મહિલા સહિત ૮ ને ઝડપી લીધા

પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી હદપારીનો ભંગ કરનાર ચાર મહિલા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં કોઠારીયા રોડ પર સાંઈબાબા સર્કલ પાસે સ્વાતિ પાર્ક મેઇન રોડ પર રહેતી હંસાબેન રામજીભાઈ વાઘેલા, હુડકો ચોકડી પાસે રણુજાનગર સોસાયટીમાં રહેતી જયશ્રીબેન અમરસિંહ સોલંકી, સંતોષીનગર પાણીના ટાંકા પાસે રહેતો અશ્વિન ધીરુભાઈ સીતાપરા, માર્કેટિંગ યાર્ડ પાસે ભગીરથ સોસાયટીમાં રહેતો રામજી ખેંગારભાઈ મુંધવા, રૈયાધાર મફતિયાપરામાં રહેતી વસંત બાબુભાઈ વાજેલિયા, એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર ૧૪ માં રહેતી ભાનુ ભુપેન્દ્રભાઈ ચાવડા, સોરઠીયાવાડી સર્કલ પાસે બાલાજી પેટ્રોલ પંપ પાછળ રહેતો અલ્પેશ બચુભાઈ રાઠોડ અને રણછોડ ઓઘડભાઈ ચુડાસમાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application