દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે જાહેરનામાની અમલવારી કરવા પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી: નવ શખ્સો સામે ગુના નોંધાયા

  • April 07, 2021 08:41 PM 

દ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસો સામે હવે પોલીસ તંત્ર પણ સફાળું જાગૃત થયું છે અને જુદા જુદા સ્થળોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ અંગેના ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા જુબેર જુસબભાઈ સંઘાર નામના 33 વર્ષીય મુસ્લિમ વાઘેર યુવાનને સ્થાનિક પોલીસે ગતરાત્રીના સમયે મેઈન બજારમાંથી માસ્ક નીકળતાં ઝડપી લીધો હતો.

દ્વારકાના રૂપેણ બંદર ચેકપોસ્ટ પાસેથી છોટા હાથી વાહનમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરીને નીકળેલા સુરજકરાડીના રહીશ ગજુભા સામરાભા માણેક (ઉ.વ. 20), વરવાળા હાઇવે પર ટાટા મેજીક વાહનમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો ભરી અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ મકનપુર ગામના ભાવુભાઈ મુળુભાઈ વીકમા (ઉ.વ. 30), ભથાણ ચોકમાં રહેતા જગદીશ લાલજીભાઈ પરમાર (ઉ.વ. 35) એ પોતાની બજાજ રિક્ષામાં છ મુસાફરો ભરીને નિકળતા દ્વારકા પોલીસે ઉપરોકત ત્રણેય સામે જાહેરનામા ભંગ સહિતનો ગુનો નોંધ્યો છે.

મીઠાપુર તાબેના સૂરજકરાડી બસ સ્ટેશન પાસેથી ઓખાના રહીશ વાનરાજભા ગગુભા હાથલે પોતાના છોટાહાથી વાહનમાં મુસાફરોની બેસાડી માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ તેમજ આ જ પ્રકારે સુરજકરાડીના રહીશ મુકેશભાઈ નથુભાઈ કોટેજા (ઉ.વ. 23) એ છોટાહાથી વાહનમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક અંગેના જાહેરનામાનો ભંગ કરવા સબબ બન્ને સામે મીઠાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

કલ્યાણપુર તાલુકાના ચપર ગામે રહેતા અર્જુનભાઈ વાલાભાઈ વાઘેલાને માસ્ક વગર મંગળવારી બજારમાં આંટા મારતો પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે તાલુકાના રાવલ ગામના દરબારગઢ વિસ્તારમાં ફ્રુટની લારી ઉપર માસ્ક વગર ગ્રાહકોની ભીડ એકત્ર કરવા બદલ ભરતભાઈ દયારામભાઈ મોઢા સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે તાલુકાના ભોગાત ગામે મેરામણભાઈ ધરણાંતભાઈ વાઘેલા નામના શખ્સને પોલીસે માસ્ક વગર નીકળતા ઝડપી લઈ, જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS