ખંભાળિયાના સંવેદનશીલ વાડીનારના દરિયાઈ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન કાર્યવાહી

  • March 20, 2021 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધરાયું: ગુનેગાર તત્વો સામે કાર્યવાહી

ખંભાળિયા- જામનગર હાઈ-વે પર આવેલા અને વિશાળ દરિયાઈ વિસ્તાર ધરાવતા વાડીનાર પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સ્થાનિક મહિલા પી.એસ.આઈ. તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ સહિતની કામગીરી કરી અને દારૂ જુગાર સહિતના ગુનાઓ પકડી પાડયા છે.

ખંભાળિયા તાલુકાના મહત્વના એવા વાડીનાર મરીન પોલીસ મથકમાં અહીંના મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. ઠાકરીયાની બદલી કરવામાં આવી છે. જિલ્લામાં વિશાળ દરિયાકાંઠો ધરાવતા અને અનેકવિધ વિશાળકાય ખાનગી કંપનીઓ સાથેના વાડીનાર પંથકમાં પી.એસ.આઈ. કે.એન. ઠાકરિયા તથા સ્ટાફ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ તથા વિવિધ પ્રકારના ગુનાઓ સંદર્ભેની માહિતી મેળવી અને દરિયાઈ વિસ્તારમાં બોટ મારફતે પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમ્યાન પોલીસ સ્ટાફે સ્થાનિક રહેવાસી અરવિંદ જીવાભાઈ બારીયા અને જાવેદ ઉર્ફે જાવલો ફકીરમામદ ચમડીયા નામના બે શખ્સોને વર્લી મટકાના આંકડા વડે જુગાર રમતા મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત ભરાણા ગામના કિશોરસિંહ બાબભા જાડેજા નામના શખ્સને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આમ, જિલ્લાના મુખ્ય બે મરીન પોલીસ વિસ્તાર પૈકી એક એવા વાડીનાર પંથકમાં પોલીસની આ સઘન કાર્યવાહીએ ગુનેગાર તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરાવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS