વીમા કંપનીના એજન્ટો દ્રારા કરચોરી થતું હોવાનું ઇન્કમટેકસ વિભાગની સામે આવતા વીમા એજન્ટોને ઇન્કમટેકસ રડારમાં લઈને નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. ઇન્કમટેકસ વિભાગે એવી શંકા વ્યકત કરી હતી કે વીમા કંપનીઓ માટે એજન્ટ તરીકે કામ કરતી કેટલીક કંપનીઓ વીમા એજન્ટોને વધુ કમીશન આપવા માટે એક માધ્યમ તરીકે ઉપયોગ કરી રહી છે આથી આ નોટિસો પાઠવવામાં આવ્યું હોવાનું આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ગત વર્ષે ઇન્કમટેકસ અને સર્વિસ ટેકસ ઓથોરિટી ના નિશાના પર આવ્યા પછી વીમા કંપનીઓ માટે એજન્ટ તરીકે કામ કરતી કંપનીઓને હવે બેનામી કાયદા હેઠળ આચરવાની શંકાને પગલે છેલ્લા એક જ સાહમાં વીમા એજન્ટ તરીકે અને તેમનું માર્કેટીંગ કરતી કેટલીક કંપનીઓને બેનામી ટ્રાન્જેકશન એમેનડમેન્ટ એકટ ૨૦૧૬ અંતર્ગત આ નોટિસ ફટકારવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછી છ કંપનીઓને આ પ્રકારની નોટીસ આપવામાં આવી છે આ નોટિસમાં બેનામી એકટ હેઠળ કલમ ૧૯ હેઠળ કેટલાક ચોક્કસ વ્યવહારો અંગેની પણ વિગતો માંગવામાં આવી છે યારે કોઈ એક વ્યકિત દ્રારા કોઈ ફંડમાં રોકાણ ધરાવતો હોય અથવા તો કોઈ શેરની માલિકી ધરાવતો હોય અને સંબંધિત વ્યકિત ને આ બંનેની માલિકી મળે તે માટે નાણાંની ચુકવણી અન્ય કોઈ વ્યકિત દ્રારા કરવામાં આવી હોય ત્યારે આવા વ્યવહારને બેનામી વ્યવહાર ની વ્યાખ્યામાં ગણવામાં આવે છે.વીમા એજન્ટોને વધુ પડતું કમિશન ચૂકવવા બદલ આ કંપનીઓ પાછલા વર્ષે પણ આવકવેરા અને જીએસટીની રડારમાં આવી હતી એક અંદાજ મુજબ આ કંપનીઓએ ૧૫૦૦૦ કરોડની કરચોરી કરી હોવાની શકયતા વ્યકત થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech