તમામ ઉમેદવારો પાસેથી ખર્ચના હિસાબ મેળવી લેવા રિટર્નિંગ ઓફિસરને સૂચના

  • February 18, 2021 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારે દિવસે ખર્ચના હિસાબો પોતાના વોર્ડમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજુ કરવાના હોય છે પરંતુ ભાજપ કોંગ્રેસ સહિત અન્ય કોઈ રાજકીય પક્ષોના અને અપક્ષોએ પોતાના હિસાબો રજૂ ન કરતા ચૂંટણી તંત્ર કડક બન્યું છે. ખર્ચના ઓબ્ઝર્વર તરીકે રાજ્ય કર વિભાગના સહાયક કમિશનર આઇ.કે.પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમણે તમામ રિટર્નિંગ ઓફિસરને બધા જ ઉમેદવારો પાસેથી ખર્ચના હિસાબો મેળવી લેવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

 


ચૂંટણીમાં હાલ તાવા પાર્ટીઓ અને ભોજન સમારંભો વધી ગયા છે તે બાબતનો ખર્ચ બારીકાઈથી જોવા પણ સૂચના આપવામાં આવી છે. ઉમેદવારે દર ચાર દિવસે ખર્ચના હિસાબો રજૂ કરવા જોઈએ પરંતુ સૌ ચૂંટણી વ્યવસ્થામાં પડી ગયા હોવાથી ખર્ચના હિસાબો રજૂ કરાતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS