ખેડૂતોની અરજીઓ અને રજૂઆતોનો સંતોષકારક નિકાલ લાવવા કૃષિમંત્રીની સૂચના

  • June 19, 2024 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે જમીન માપણીના પ્રશ્નો સંદર્ભે ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી


કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડયા તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં આયોજન હાથ ધરવા મંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા. બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, પડતર અરજીઓનો ત્વરિત અને સંતોષકારક નિકાલ લાવવો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ નાગરિકો દ્વારા મંત્રીશ્રી મારફત રજૂ કરાયેલ પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સૂચના કરી હતી. 


તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરવા, ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે અગાઉ ખેડૂતોને જાણ કરવી, કચેરી ખાતે પણ ફાળવવામાં આવેલ સ્ટાફ દ્વારા દફ્તરી અંગેની કામગીરી વેગવંતી બનાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. 


આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી. એન. ખેર, ડી.આઈ.એલ.આર. અધિકારી કાનજીભાઇ ગઢીયા, અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application