નાણાનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓને આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા સૂચના

  • March 20, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી પંચના બહાર પડાયેલા નિયમોનો ભંગ કરનાર સામે લેવાશે કડક પગલા: કલેકટર

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.આ સુચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે. આ સુચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી કે ચૂંટણી અધિકારી કાર્યવાહી હાથ ધરશે.
આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચનાઓનો સર્વેને આ ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા બી.કે.પંડયા, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application