જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના

  • June 19, 2021 12:33 PM 

જામનગર મહનગરપાલિકાના હદમાં સમાવિષ્ટ થતા અલગ અલગ વિસ્તારોમાં હાલના તબક્કે ભૂગર્ભ ગટર કાર્યરત કરવામાં આવેલ છે.ચોમાસાની ત્રછતુ દરમિયાન સાવચેતી અને સલામતીના ભાગરૂપે શહેરની જનતાને અપીલ કરાઇ છે.

જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કાર્યરત હોય તેના ઉંડાણવાળા મેનહોલો અને ચેમ્બરોના ઢાંકણાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન અને ચાલુ વરસાદે ન ખોલવા કારણ કે,ચાલુ વરસાદે ઢાકણા ખોલવાથી અકસ્માત થવાની તેમજ અકસ્માતે મૃત્યુ થવાની સંભાવના રહે છે તેમજ વરસાદી પાણીની સાથે સાથે માટી તથા કચરો ભુગર્ભ ગટરમાં જવા પામે છે અને તેના કારણે ભૂગર્ભ ગટર ચોકઅપ થવા ના અને નુકસાન થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ અંગે કોર્પોરેશનને લોકોને અપીલ કરી છે.

ચોકઅપ થવાના કારણે ભૂગર્ભ ગટરમાંથી પસાર થતું વપરાશી ગંદુ પાણી ઓવરફલો થઇ બહાર નીકળી રસ્તા ઉપર ફેલાય છે અને તેના કારણે ગંદકી થવાની અને રોગચાળો ફેલાવવાની પણ સંભાવના રહેલી છે.

કાનૂની જોગવાઈઓ અનુસાર પણ વરસાદી પાણી ભુગર્ભગટરમાં ઠાલવવાની કે નાખવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે.જે બાબત ને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ જે જગ્યાએ ભૂગર્ભ ગટર કાર્યરત હોય તેવા વિસ્તારોમાં આવેલ મેઈન લાઈનના ઉંડાણવાળા ભુગર્ભ ગટરના મેનહોલો /ચેમ્બરોના ઢાકણાઓ ન ખોલવા / તોડવા.

જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયેલ ન હોય અથવા ચાલુ હોય તેમજ ભૂગર્ભ ગટરને કાર્યરત કરવામાં આવેલ ન હોય તે વિસ્તારમાં મ.ન.પા.ની પૂર્વે મંજુરી વગર ભુગભેગટરમાં ગંદા વપરાશી પાણીનો નિકાલ કરવા અર્થે ગેરકાયદેસર જોડાણો આપ્યેથી ગંદા વપરાશી પાણીનો નિકાલ ન હોવાના કારણે ઓવરફલો થવાના પ્રશ્નો રહે છે.આવા કિસ્સામાં ગેરકાયદેસર જોડાણ કરનારની જવાબદારી નક્કી કરી પગલાં ભરાશે.

નામદાર સુપ્રીમ કોર્ટની કાનૂની જોગવાઈઓ અનુસાર ભૂગર્ભ ગટરના મેનહોલો અને ચમ્બરોમાં સફાઈ તેમજ જોડાણો કરવા અંગે કોઈપણ વ્યક્તિએ અંદર ઉતરવું નહિ કે કોઈ પણ સફાઈ કામદારને ઉતારવા નહિ કારણ કે, આવા મેનહોલો અને ચેમ્બરોમાં રહેલ ઝેરી ગેસોના કારણે અકસ્માત અને જાનહાની થવાની શક્યતા રહે છે.જેથી જે કોઈ આ બાબતે ભંગ કરશે તેની સામે કડક ફોજદારી પગલા લેવાશે. તેમ સીટી ઇજનેર શૈલેષ જોષીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS