બળી ગયેલું દૂધ ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ, બનાવી શકો છો સ્વાદિષ્ટ વાનગીઓ

  • August 19, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસોડામાં કામ કરતી વખતે થોડી બેદરકારી અને ભૂલને કારણે ઘણી વખત સ્ટવ પર રાખેલ દૂધ બળી જાય છે અને બગડી જાય છે. ઘરની મહિલાઓ સાથે આવું ઘણીવાર થાય છે. જો બળેલા દૂધનો ઉપયોગ ચા કે કોફી બનાવવામાં કરવામાં આવે તો તેમાંથી દૂધની ગંધ આવવા લાગે છે. જે સ્વાદ બગાડે છે. ત્યારે મોટાભાગના લોકો પાસે બળેલા દૂધને ફેંકી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. જો અત્યાર સુધી બળેલું દૂધ ફેંકી રહ્યા છો તો આગલી વખતે આવી ભૂલ ન કરો. કેમકે આ ટિપ્સને ફોલો કરીને બળેલા દૂધમાંથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.

બળેલું દૂધ ફેંકવાને બદલે તૈયાર કરો આ વાનગીઓ-

હલવો-

બળેલા દૂધમાંથી સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો. આ માટે સૌપ્રથમ બળેલા દૂધને ગાળી લો, જેથી તેની કડવાશ થોડી ઓછી થાય. આ પછી દૂધમાં થોડું ઘી નાખીને ધીમી આંચ પર પકાવો. સ્વાદ મુજબ ખાંડ, ડ્રાયફ્રૂટ્સ અને એલચી ઉમેરી હલવો ઘટ્ટ અને સુગંધિત થાય ત્યાં સુધી પકાવો.

સ્વાદિષ્ટ માખણ-

બળેલા દૂધને માખણમાં ભેળવીને સ્વાદિષ્ટ સ્પ્રેડ બનાવી શકાય છે. આ પ્રકારના માખણનો ઉપયોગ બ્રેડ, શાકભાજી અથવા ગ્રિલ્ડ મીટ માટે કરી શકો છો.

બળેલા દૂધની મીઠાઈઓ-

બળેલા દૂધથી લઈને ખીર, ગુલાબ જાંબુ જેવી ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરી શકો છો. બળેલું દૂધ આ મીઠાઈઓમાં એક સ્મોકી, કારામેલ જેવો સ્વાદ આપશે.

બ્રેડ કે કેક-

જો બ્રેડ અથવા કેકમાં સ્મોકી સ્વાદ જોઈએ છે, તો બળેલા દૂધનો ઉપયોગ કરી શકો છો. તે વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application