પોરબંદર સહિત રાજ્યભરમાં સરકારી જમીન પરના મકાનનું ડિમોલીશન કરવાના બદલે નિયમિત કરી આપવા જોઇએ તેમ જણાવીને પોરબંદરના સીનીયર એડવોકેટે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિત માનવ અધિકાર આયોગને લેખિત જાણ કરીને ઉમેર્યુ છે કે સરકારી અધિકારીઓ પોતાની કામગીરી ઉંચી દેખાડવા ૩૦ વર્ષથી વધુ સમયનો કબજો હોય તેવા મકાનમાં આઠ-દસ વર્ષનો કબજો દર્શાવી રોજકામ કરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.પોરબંદરના સીનીયર એડવોકેટ કનુભાઇ આર. ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય માનવ અધિકાર આયોગ સહિત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરમેનને લેખિત વિસ્તૃત રજૂઆત કરી જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં થોડા સમયથી ચાલી રહેલી સરકારી જમીનો ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ આવકાર્ય છે. સમગ્ર ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સરકારી જમીનો ઉપર વર્ષોથી હજારો લોકોના રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનોમાં સરકારે પાણી, વીજળી, રસ્તા જેવી સુવિધાઓ આપેલ છે અને સ્થાનિક કરવેરા પણ વસુલ કરવામાં આવે છે. આમ સમગ્ર ગુજરાતમાં જાહેર રીતે, સતત, શાંતિપૂર્વક સરકારને જાણ હોવા છતાં ગરીબ અને જરીયાતમંદ લોકો સરકારી જમીન ઉપર બનાવેલ પોતાના રહેણાંક મકાનોનો પ્રતિકૂળ કબજાથી ઉપભોગ કરી રહ્યા છે. પરંતુ થોડા સમયથી ગુજરાત સરકાર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અન્વયેે ગરીબ લોકો માટે ઘરનું ઘર બનાવવું શકય ન હોય તેવા યુગમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અન્વયે દબાણ કાર્યવાહીના કેસ કરી, દંડ સ્વપે મોટી રકમ વસુલ કર્યા પછી પણ ગરીબ લોકોના રહેણાંક મકાનો તોડી પાડવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. જે કુદરતી ન્યાય નીતિના સિધ્ધાંતો અને ૩૦ વર્ષ ઉપરાંતનો પ્રતિકૂળ કબજો હોય ત્યારે લીમીટેશન એકટ, કલમ -૨૭ અને આર્ટીકલ -૧૧૨ અન્વયે તદ્ન ગેરવાજબી અને અન્યાયી છે. આમ, ઇન્ડીયન લીમીટેશન એકટની જોગવાઇ મુજબ સરકારી જમીન ઉપર ૩૦ વર્ષથી વધુ સમયનો કબજો હોય ત્યારે પ્રતિકુળ કબજાને કારણે માલિકી સ્વપનો હકક મળે તેમ છતાં સરકારી અધિકારીઓ યેનકેન રીતે દબાણ હટાવવા ૩૦ વર્ષ ઉપરાંતનોકબજો હોય તેવા મકાન અંગે પણ ૮-૧૦ વર્ષનો કબજો દર્શાવી રોજકામ કરી, કુદરતી ન્યાયનીતિના સિધ્ધાંતો અને કાયદાની અવગણના કરી દબાણકર્તા ઉપર કસ ચલાવી, દંડ વસુલી અને મકાન તોડી પાડતા હોય અને દબાણ હટાવતા હોય તેથી અનેક ગરીબ લોકો ઉપર આકાશ અને નીચે ધરતી જેવી અવસ્થામાં જીવી રહેલ છે. સમગ્ર ગુજરાત સરકારની દબાણ હટાવો ઝુંબેશ પુરજોશમાં ચાલતી હોવાથી હજુ હજારો ગરીબ લોકો રહેણાંક મકાનો તોડી પાડવામાં આવશે તેવી લટકતી તલવાર નીચે જીવી રહ્યાં છે. આમ સરકારી અધિકારીઓ પોતાની ઇચ્છા મુજબ દબાણ હટાવવા ઉતાવળા થયા હોય ત્યારે ગરીબ લોકો પોતાના રહેણાંક મકાન બચાવવા વકીલોની ફી અને કોર્ટ ફી ચૂકવી ન્યાયાલયોના દરવાજા ખટખટાવે તો પણ કોર્ટ, સરકારી કાર્યવાહી વિધ્ધના કેસમાં ભાગ્યે જ ‘રુકજાવ’તો હુકમ કરે છે. જ્યારે સરકાર ગરીબો અને જરિયાતમંદ લોકો માટે લાખો રહેણાંક મકાન બનાવી રહી હોય ત્યારે ગરીબ લોકોએ બનાવેલા રહેણાંક મકાનોની બાંધકામ ક્ષેત્રફળની જમીન પ્રવર્તમાન બજાર કિંમતમાં રાહત આપી જમીનની ૧૫-૨૦% રકમ વસુુલ કરી ગરીબ મકાન ધારકોને નિયમિત કરી આપવી જોઇએ. સરકારી જમીન ઉપર રહેણાંક મકાન બનાવી રહેતા લોકો ભારતીય નાગરિક હોય, અન્ય કોઇ મકાન કે આશરો ન હોય અને તેઓના મકાન નડતરપ ન હોય ત્યારે ગરીબ લોકોના માનવઅધિકાર અને તેઓના રહેણાંક મકાન બચાવવા તાત્કાલીક યોગ્ય કરવા અને રાજ્ય સરકારને યોગ્ય નિર્દેશ આપવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMફાતિમા સના શેખની આમીર સાથેની પહેલી ફિલ્મ દંગલ નથી
April 04, 2025 12:42 PMનુસરત જહાં કોસ્મેટીક સર્જરીની ખો ભૂલી ગઈ
April 04, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech