જામનગરમાં ઇન્ટરનેટના કેબલની ઉઠાંતરી

  • November 03, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬૦૦ મીટર વાયર ચોરી થતા પોલીસમાં કરાતી રાવ

જામનગરના પટેલ ટ્રાવેલ્સની ઓફીસ સામે મારુતી સુઝુકીના શો રુમ સુધીના વિસ્તારમાંથી કોઇ અજાણ્યા શખ્સો આશરે ૬૦૦ મીટર ઇન્ટરનેટનો કેબલ ચોરી કરી ગયા છે. આ અંગે ફરીયાદ કરવામાં આવતા સીટી-એ પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરની કામદાર કોલોની શેરી નં. ૭માં રહેતા વેપારી સમકીત કાંતીલાલ માલદે (ઉ.વ.૪૦)એ ગઇકાલે સીટી-એમાં અજાણ્યા શખ્સ સામે કેબલ ચોરીની ફરીયાદ કરી હતી, વિગત મુજબ ગત તા. ૪-૧૦-૨૩ના રાત્રીના કોઇપણ સુમારે ફરીયાદની માલીકીનો ઇન્ટરનેટનો ફાયબર ઓપ્ટીકલ કેબલ આશરે ૬૦૦ મીટર જેની અંદાજે કિ. ૭૦૦૦ની કોઇ અજાણ્યા શખ્સો મારુતી સુઝુકીના શો-રુમ સુધીના વિસ્તારમાંથી ચોરી કરી લઇ ગયા છે, જે ફરીયાદના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application