ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત પરીચયમાં આવ્યા બાદ તણી,સગીરા અને યુવતીઓ સાથે પજવણીથી લઇ ધમકી અને હત્પમલા સહિતની ઘટનાઓ ચિંતાજનક રીત વધી રહી છે.ત્યારે રાજકોટમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.ધો.માં અભ્યાસ કરતી તણી ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડને મળવા ગયા બાદ આ શખસનો વિકૃત ચહેરો સામે આવ્યો હતો.તેણે સગીરાને બટકા ભરી છેડતી કરી, છરી બતાવી જો તું સંબધં નહીં રાખે તો તારી માતાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.આ અંગે તણીની માતાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તેને તાકીદે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ બનાવ અંગે તણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ રાજુભાઇ ગોહિલનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાંજે તેની પુત્રી સ્કૂલેથી ઘરે આવ્યા બાદ સ્કૂલ બેગ મુકી છાશ લેવા નીકળી ગઈ હતી.પરંતુ અડધા કલાક સુધી પરત નહીં આવતા તેને કોલ કર્યેા હતો. પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.તેવામાં સાંજના આઠેક વાગ્યા સુધી તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.મોડી સાંજે તેની પુત્રી ઘરે આવી હતી.તે વખતે તેના ડાબા ગાલે,ડોકનાભાગે, બંને હાથના બાવળા ઉપર ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા.જેથી પુત્રીને પુછતા કહ્યું કે, વિશાલ નામના યુવક સાથે તેને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા બાદ વાતચીત થતી હતી.જે તેને મળવા સાંજે આવ્યો હતો.જેથી તેના બુલેટ પાછળ તે બેસી ગઈ હતી.
વિશાલ તેને કેકેવી હોલ નજીક આવેલી અવાવ શેરીમાં લઈ ગયો હતો.જયાં અચાનક તેના શરીર પર બટકાં ભરી છેડછાડ શ કરી હતી.તેણે વિરોધ કરતા છરી બતાવી કહ્યું કે, મારી સાથે સંબધં નહીં રાખે તો હત્પં તને અને તારી માતાને છરીથી મારી નાખીશ.જેને કારણે તે ડરી જતાં કઈં બોલી ન હતી. આ પછી વિશાલ બુલેટ પર ત્યાંથી જતો રહ્યો હતો.જયારે તે પગપાળા ઘરે પહોંચી હતી.પુત્રીની આપવીતી સાંભળ્યા બાદ તેણીની માતાએ ગાંધીગ્રામ–૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીઆઇ બી.પી.રજીયાની રાહબરી હેઠળ પીએસઆઇ વી.એન.બોદર તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી વિશાલ ગોહિલને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે,આરોપી ડ્રાઇવીંગ કામ કરે છે અને તેને સગીરા સાથે છેલ્લા થોડા સયમથી સોશિયલ મીડિયા મારફત પરીચય હતો.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech