બગીચામાં વોકિંગ કરતા લોકોએ 101 બોટલ રક્ત એકત્ર કર્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓને થેલેસેમિયા માટે તેમજ અકસ્માત સહિતના કેસમાં રક્તની જરૂરિયાત બની રહે છે. ત્યારે આ મહત્વની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર લોહીની બોટલનો સ્ટોક તળિયા ઝાટક થઈ જાય છે. આ પરિસ્થિતિમાં દર્દીઓને હાલાકી ન થાય તે માટેના ઉમદા હેતુથી શહેરની મધ્યમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડનમાં વોકિંગ કરતા લોકોએ અનેરો વિચાર રજૂ કરી અને આ જ સ્થળે રક્તદાન કેમ્પ યોજી અને લોકોને રક્તદાન માટે આહવાન કર્યું હતું.
આ પ્રેરણારૂપ પ્રવૃત્તિમાં સોશિયલ મીડિયા મારફતે વધુ ઉત્સાહમાં આવી ગયેલા લોકોએ રક્તદાન સ્થળે જઈ અને સ્વૈચ્છિક રીતે હોંશભેર રક્તદાન કર્યું હતું. ગાર્ડન ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અહીં વોકિંગ કરતા કરવા આવતા સદગૃહસ્થો ઉપરાંત મિત્ર વર્તુળ દ્વારા રક્તદાન કરી અને અહીં 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જે અહીંની બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમ્યાન ગાર્ડન ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન આવકારદાયક બની રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech