પૂ. જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં લોહાણા મિત્ર મંડળ દ્વારા પ્રેરણારૂપ આયોજન

  • March 04, 2021 11:45 PM 

જલારામ બાપાના પ્રસાદને પાર્સલ રૂપે અર્પણ કરી, ઘેરથી સમૂહ જ્ઞાતિ ભોજન

ખંભાળિયામાં દર વર્ષે અહીંની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ તથા જલારામ જયંતિ વિગેરે પ્રસંગે વિવિધ આયોજનો કરવામાં આવે છે.

આગામી સોમવાર તારીખ 8 માર્ચના રોજ સમગ્ર રઘુવંશી સમાજના આરાધ્ય દેવ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 140મી પુણ્યતિથિ છે, ત્યારે દર વર્ષે ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે અહીંની સેવાભાવી સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા સમૂહ પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇને જલારામ બાપાની ભક્તિ તથા સમૂહ પ્રસાદ (નાત)નું આયોજન નવતર રીતે કરવામાં આવ્યું છે.

આગામી સોમવાર તારીખ 8 ના રોજ જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે સમગ્ર રઘુવંશી પરિવારનો માટે પુજ્ય જલારામ બાપાના પ્રસાદને સુંદર અને વ્યવસ્થિત રીતે પાર્સલ સુવિધાથી અર્પણ કરવામાં આવશે.

આમ, દરેક રઘુવંશી પરિવારો પુ. જલારામ બાપાના પ્રસાદને સામૂહિક રીતે ઘરે લઈ જઈ અને પરિવાર સાથે લઈ શકશે. આગામી સોમવારે અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે સાંજે 6 થી 9:30 વાગ્યા સુધી આ મહાપ્રસાદ પાર્સલ સ્વરૂપે આપવામાં આવશે. જેનો લાભ લઈ અને આ સમુહ પ્રસાદ "નાત"ના પરંપરાગત કાર્યને આગળ ધપાવવા તથા સર્વે રઘુવંશી પરિવારો પોતાના પોતાના ઘરે રસોઈ ઘર બંધ રાખી, આ પ્રસાદનો લાભ લેવા લોહાણા મિત્ર મંડળ દ્વારા સર્વે જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS