BREAKING NEWS

રાજકોટ એરપોર્ટમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર મહેશ ચંદ્ર સિંહને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે બઢતી

  • March 12, 2026 07:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષાની જવાબદારી સંભાળતા એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ (ASG)માં ફરજ બજાવતા અધિકારી મહેશ ચંદ્ર સિંહને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે.


આ ખાસ પ્રસંગને વધાવવા માટે એરપોર્ટ પરિસરમાં એક ગરિમાપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને સુરક્ષા દળોમાં જ્યારે કોઈ અધિકારીને ઉચ્ચ પદ મળે છે, ત્યારે તેમના ખભા પર નવા સ્ટાર લગાવવાની પરંપરા 'પિપીંગ સેરેમની' તરીકે ઓળખાય છે. આ સમારોહમાં એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ભારત દેશના ઓદ્યોગિક, પરમાણું, અંતરીક્ષ, પર્યટન સહિતના સંવેદનશીલ સ્થળોની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ફોર્સના ૧૭૫ જવાનો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકેનું પ્રમોશન મેળવ્યું છે. જેમાં રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ફરજ બજાવતાં મૂળ ઉત્તરાખંડ રાજ્યના રજવાડા પરિવારમાંથી આવતા  મહેશસિંહ મોહનસિંહ કુંવરને પણ પ્રમોશન બદલ એરપોર્ટ સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાએ પીપીંગ સેરેમની કરી અભિવાદન પાઠવ્યા હતા. 

 

મહેશસિંહના પિતા મોહનસિંહ સૈન્યમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હોવાથી નાનપણથી જ દેશ સેવાની ભાવના બાળમાનસમાં કેળવાઈ હતી. જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૧૯૯૫માં સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષામાં સફળ થયા બાદ સબ ઇન્સ્પેકટર તરીકે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં જોડાયા હતા. મહેશસિંહનુ ગુજરાતના વડોદરા શહેર ખાતે ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન ખાતે પ્રથમ પોસ્ટીંગ મળ્યું હતું. કુંવરે ઓઈલ સેક્ટર, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, હાઈડ્રો પાવર, હેવી ઇલેક્ટ્રિક, એવિએશન તથા દિલ્હી સી.આઈ.એસ.એફ. હેડ ક્વાટર ખાતે ફરજ બજાવી ચુક્યા છે. 

મહેશસિંહ કુંવરે તેઓના પ્રમોશન વેળાએ જણાવે છે કે, તેઓ નાનપણથી જ પિતાશ્રીએ કરેલી દેશ સેવાના રંગે રંગાયો છે. જેના ફળ સ્વરૂપે મેં પેરા મિલીટરી ફોર્સમાં ફરજમાં જોડાયો હતો. ભારતના સંવેદનશીલ જમ્મુ કાશ્મીરના ઉડી સેક્ટર, અમરનાથ યાત્રા, જમ્મુ કાશ્મીર સ્થિત સૌથી ઉંચો કૌરી પુલ ખાતે, બિહાર તથા જમ્મુ કાશ્મીરની ઈલેક્શન ડ્યુટી, બેંચ ઓફ મદ્રાસ હાઈકોર્ટ, તામીલનાડુ સી.આઈ.એસ.એફ. હેડ ક્વાટર, દિલ્હીની તિહાર જેલ સહિત ગોધરાકાંડના સાક્ષીઓની સુરક્ષા કાજે તૈનાત રહ્યા હતા. ઉપરાંત, તેઓએ NCC “C” સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે.    
​​​​​​​

 કુંવરને પરિવાર જનો વિશે પૂછતા જણાવે છે કે, તેઓના પત્નીશ્રી લેકચરર તરીકે રાજ્ય સરકારમાં સેવા બજાવે છે. મોટી પુત્રીએ બીએડ ઇન મલ્ટીપલ ડીસેબીલીટી પર અભ્યાસ કર્યો છે. તથા બીજી પુત્રીએ MBBS અને FORENSIC SCIENCEમાં અભ્યાસ કરે છે. ઉપરાંત, પુત્ર બી.સી.એ.નો અભ્યાસ કરે છે. વિવિધ ક્ષેત્રો અને જુદી જુદી જગ્યાઓ પર ફરજનાં અનેકવિધ અનુભવો સી.આઈ.એસ.એફ.ના પરિવારને ઉપયોગી સાબિત થાય છે. નવનિયુક્ત આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી મહેશસિંગ જણાવે છે કે, “ડ્યુટી ફસ્ટ, નેશન ફસ્ટ” દેશ સેવા જ સર્વોપરીની ભાવના હ્રદયમાં કેળવી ત્યારે જીવનમાં કાર્ય ફરજ પર આવતા અનેક ઉતાર ચડાવમાં પરિવારજનોએ હમેશા પ્રેરણા અને હુંફ આપ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application