તાપસી અને અનુરાગની આઈટી ટીમ દ્વારા પુછપરછ પૂર્ણ : આખી રાત ચાલશે સર્ચ ઓપરેશન

  • March 03, 2021 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સાથેની કેટલાક કલાકોથી ચાલી રહેલી પુછ્પરછ પૂર્ણ થઈ ચુકી છે. જોકે વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન અભિયાન આખી રાત ચાલશે. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ ચોરીના મામલામાં આ બંને સિતારોની ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

 

બંને બોલીવુડ સિતારોની આઈટી વિભાગે લગભગ રાત્રે 11 વાગ્યા સુધી પુછ્પરછ  ચાલી હતી. આજે બુધવારે પુછપરછ પૂર્ણ થઈ ચુકી છે. વિભાગ દ્વારા કાલે પણ તપાસ ચાલુ રહેશે. ઉપરાંત આઈટી ડિપાર્ટમેન્ટે ચાર કંપનીઓ ફૈંટમ ફિલ્મ, ક્વાન, એક્સીડ અને રીલાયાન્સ એંટરટઈન્મેટમા પણ દરોડા પાડ્યા છે. તાપસી અને અનુરાગ ઉપરાંત મધુ મનટેના, વિકાસ બહલ અને અન્ય કેટલાક વ્યક્તિઓની તપાસ થઈ રહી છે. આઈટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે અનુરાગ કશ્યપની ઓફિસ સહિત અનેક સ્થળોએ તપાસ ચાલી રહી છે. અને આ તપાસ લગભગ 3 દિવસે પૂર્ણ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application