ગ્રામીણ અર્થ તંત્રમાં વેગ લાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવતર પ્રયાસ

  • June 30, 2021 11:20 AM 

ગ્રામ્ય વિસ્તારોમાં પડતર જમીનો પર સઘન વૃક્ષારોપણ માટે સંપૂર્ણ સહાય : દરેક તાલુકામાં ગૌચરની જમીનમાં ઘાસચારો ઉગાડવા સખીમંડળની બહેનોને સહાય

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રોજગારીનું નિમર્ણિ, સખી મંડળો દ્વારા મહિલા ઉત્કર્ષ માટે વિવિધ સહાયક કામગીરી, ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ બનાવવા જેવી અનેક ગ્રામ ઉત્કર્ષની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ગ્રામીણ અર્થતંત્રને વેગમાં લાવવા અને ગ્રામ વિસ્તારના વધુ વિકાસ અર્થે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડતર જગ્યાઓ પર સઘન વૃક્ષારોપણ માટે સંપૂર્ણ સહાય કરવામાં આવશે તેમજ દરેક તાલુકામાં 7થી 10 ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીનમાં ઘાસચારો ઉગાડવા માટે સખી મંડળની બહેનો સાથે સંકલન કરી મનરેગા યોજનામાં થી ઘાસચારો ઉગાડવામાં આવશે.આમ રોજગારીનું નિમર્ણિ અને પશુ ઉત્કર્ષ માટે પણ આ પ્રયાસ ખૂબ મહત્વનો પુરવાર થશે.

આ સાથે જ નાના અને સિમાંત ખેડૂતોને પોતાના ખેતરોમાં બાગાયત, જમીન લેવલીંગ જેવા અનેક 60 જેટલા વ્યક્તિગત કામોમાં મનરેગા યોજના દ્વારા સંપૂર્ણ સહાય, 2 હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડૂતોને જમીન સુધારણા અને બાગાયત જેવા વ્યક્તિગત કામો પોતાના ખેતરમાં કરવા માટે 100 ટકા સહાય આપી કૃષકોને વધુ આત્મનિર્ભર બનાવવા માટે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વળી ગામનું પાણી ગામમાં જ એ સૂત્ર મુજબ સીમતળમાં જેટલા પણ શક્ય બને તેટલી સંખ્યામાં પાણી સંગ્રહના કામો આગામી 2 વર્ષમાં કરવામા આવશે. દરેક ગ્રામ પંચાયતને પ્રોત્સાહિત કરી ગ્રામ્ય કક્ષાએ શાળા અને આંગણવાડીમાં ભૂગર્ભ ટાંકો બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું પણ લક્ષ્ય હાલ નિર્ધિરિત કરવામાં આવ્યું છે.

આવનાર સમયમાં જામનગર જિલ્લો હરીયાળો બને તે માટે તાલુકાના દરેક ક્લસ્ટર દીઠ એક નર્સરી બનાવવામાં આવશે જેનું સંચાલન મનરેગા યોજના હેઠળ સખીમંડળની બહેનો કરશે. આ પ્રયાસ થકી મહિલા ઉત્કર્ષ અને મહિલા સ્વાવલંબન તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અગ્રેસર બની રહી છે. આ સર્વે પ્રયાસોમાં લોક ભાગીદારી ખુબ અગત્યતા ધરાવે છે ત્યારે ગ્રામ વિસ્તારના દરેક લોકોને આ પ્રયાસોમાં સહભાગી બની આત્મનિર્ભરતા અને પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનું પ્રદાન આપવા માટે વૃક્ષારોપણ કરવા નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS