જામનગરમાં કોવીડ કેર સેન્ટરના આયુર્વેદના પટાંગણમાં નવકારશી ભક્તિ

  • May 08, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરમ પુજય પન્યાસપ્રવર ગણીવર્ય વ્રજસેનવિજયજી મ.સા. તથા પરમ પુજય આચાર્ય ભગવંત વિજયહેમપ્રભ સુરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને પ્રેરણાથી તેમજ આર્થિક સહયોગથી હાલની કોવીડ-19 ની કપરી મહામારીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે,બહારગામના દર્દીઓ પણ હોઈ  અને હાલની લોકડાઉન જેવી પરિસ્થિતિમાં બધું બંધ જેવું હોઈ આ ધ્યાને આવતા પૂજ્ય ગુરૂ ભગવંત દ્વારા નવરકાશી ભક્તિ એટલે સવારના હેરાન થતા દર્દીઓ અને દર્દીઓના સગા માટે ચા અને ગરમ નાસ્તો રોજ સમયસર મળે એ ઉદેશથી, આ કાર્યને સાર્થક કરવા “અનુકંપા કરૂણા જીવદયા પરિવાર-જામનગર”ના કાર્યકરો દ્વારા તા.૦૪/૦૫/૨૦૨૧ થી રોજ સવારના દર્દી અને દર્દીના સગા–સબંધીઓ માટે ભક્તિ ચાલુ કરેલ છે.

આર્યુવેદ હોસ્પિટલ મેદાન કે જ્યાં હાલ દર્દીઓના સગા માટે વિના મુલ્યે પાર્કિંગની સુવિધા છે, ત્યા લગભગ રોજ કોવીડ-19ની ગાઈડલાઈનનું પાલન સાથે ૧૯૦/૨૦૦ દર્દીના સગા નવરકાશી ભક્તિનો લાભ આપે છે.

આ કાર્ય એરપોર્ટ રોડ પાસે ગુરૂકૂલ શાળામાં હાલ કોવીડ સેન્ટર હોય ત્યા સવારે નવરકાશી તથા બપોરે ચા-નાસ્તાનો પ્રબંધ અને સુચારુ વ્યવસ્થા પૂજય ભગવંત સુચના અને સૂચનો મુજબ ગોઠવેલ છે, આ સમ્રગ કાર્યને હાથ ધરવા માટે યોગ્ય થાય તે માટે પૂજ્ય સાહેબશ્રીના અનન્ય એવા અનીલભાઈ એ.મહેતાએ ખૂબજ સાથ-સહકાર આપેલ છે.

આજના આ કપરા સમયમાં કોઈપણ જાતના ભેદભાવ વગર ફક્ત સેવા એ પણ વિનમ્રતા સાથે એજ સુચન પૂજ્યશ્રીનું હોઈ તેને અનુકંપા કરૂણા જીવદયા પરિવારના કાર્યકરો દ્વારા અક્ષરસહ પાલન થાય તે મુજબ આ સેવાયજ્ઞ કરવામાં આવે છે, તો દર્દી અને દર્દીઓના સગા લાભ આપે એજ અભ્યર્થના સાથે આ કાર્યમાં કોઈપણ ભૂલ-ચૂક કે દીલ દુભાયુ હોઈ કે દુભાઈ તો ક્ષમા-યાચના કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS