BREAKING NEWS

ઇનોવેટીવ સ્કૂલના સંચાલકોએ શિક્ષિકાઓના ફોનમાંથી વાલીઓને ભાજપ પ્રચારના મેસેજ કર્યા

  • April 21, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકો મહિલા શિક્ષિકાઓના નંબર પરથી પ્રચાર કરવામાં શરમાતા નથી તેવી બાબત સામે આવી છે. ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની કે જેના ભાઈ દર્શિત જાની પણ ભાજપમાં સક્રિય છે તેઓએ પોતાની શાળાની શિક્ષિકાઓના મોબાઈલ પ્રચારના ટૂલ તરીકે ઉપયોગ કર્યા છે.
શાળાના સંચાલકો પર મહિલા શિક્ષિકાઓના મોબાઈલ નંબરનો દુપયોગ કરીને રાજકીય પ્રચાર કરવાનો આક્ષેપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની દ્રારા ભાજપના પ્રચાર માટે શિક્ષિકાઓના વ્યકિતગત મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મામલે સામે આવ્યું છે કે શાળાના કર્મચારી રાજેશ જોટવાએ શિક્ષિકાઓ પાસેથી તેમના મોબાઈલ ફોન એકઠા કરવા માટે દબાણ કયુ હતું. ફોન એકત્રિત કરવા માટે રેખાબેન નામના મહિલા કર્મચારીને મોકલવામાં આવ્યા હતા. શઆતમાં શિક્ષિકાઓએ આ પ્રક્રિયાને સામાન્ય માનીને પોતાના મોબાઈલ સોંપી દીધા, પરંતુ થોડા સમય બાદ યારે તેમને અજાણ્યા લોકોના ફોન અને મેસેજ આવવા લાગ્યા ત્યારે હકીકત બહાર આવી.
શિક્ષિકાઓના મોબાઈલમાંથી લગભગ ૫૦ જેટલા લોકોને ભાજપના પ્રચાર સંબંધી મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજ મળ્યા બાદ ઘણા લોકોએ શિક્ષિકાઓને સીધો સંપર્ક કરીને મતદાર સ્લિપ અને અન્ય રાજકીય માહિતી માંગવાનું શ કયુ. આમાં કેટલાક અજાણ્યા લોકો તો કેટલાક વિધાર્થીઓના વાલીઓ પણ સામેલ હતા, જેના કારણે શિક્ષિકાઓને શરમજનક અને અસમંજસભરી સ્થિતિનો સામનો કરવો પડો.
આ ઘટનાએ શાળાના શિક્ષણ માહોલ પર ગંભીર અસર પાડી છે. શિક્ષિકાઓમાં ભય અને અસંતોષ ફેલાયો છે, પરંતુ આરોપ છે કે રાજેશ જોટવાએ તમામને આ મામલે મૌન રહેવા માટે દબાણ કયુ હતું. વધુમાં, નિરેન જાનીના ભાઈ દર્શિત જાની પણ ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા હોવાના કારણે આ સમગ્ર ઘટનાને રાજકીય પ્રેરિત ગણવામાં આવી રહી છે. ભાજપના ઉમેદવાર હિરેન ખિમાણિયા તેમજ ભાજપના આગેવાન દર્શિત જાની અને નિરેન જાની ધંધાકીય રીતે ભાગીદારો છે. આ જ કારણ છે કે મહિલાઓના નંબર પરથી વાલીઓને મેસેજ કરાવીને તેમણે હલકી કક્ષાના પ્રચાર કરવામાં શરમ અનુભવી નથી.
આ સમગ્ર મામલો બહાર આવતા શિક્ષણ ક્ષેત્રમાં નૈતિકતા, વ્યકિતગત ગોપનીયતા અને રાજકીય દખલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હવે જોવાનું રહેશે કે સંબંધિત સત્તાવાળાઓ આ મામલે શું કાર્યવાહી કરે છે અને શિક્ષિકાઓને ન્યાય મળે છે કે નહીં..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News