મારા રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ: કન્ટ્રકશનના ધંધાર્થીને ધમકી
મારા રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ: કન્ટ્રકશનના ધંધાર્થીને ધમકી
April 21, 2026 02:12 PM
રાજકોટ વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ ગામે રહેતા કન્ટ્રકશનના ધંધાર્થીને ગામમાં જ રહેતા શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રેકટરના ફેરાના પૈસા બાબતે ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા યુવાને ફરિયાદ નોંધાવી હતી.વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ ગામે રહેતા કન્સ્ટ્રકશનના ધંધાર્થી ધવલભાઇ ગુણવંતભાઈ વાલાણી (ઉ.વ. ૨૬) દ્રારા વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તેમના જ ગામમાં રહેતા મનીષ હીરાભાઈ વાલાણીનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી ચારેક માસ પૂર્વે તેની વાડીમાં જેસીબી તથા ટ્રેકટરથી ધૂળનું પુરાણનું કામકાજ કરાવેલ હતું. જેમાં આરોપી મનીષ વાલાણીના ટ્રેકટરના ફેરા કર્યા હતા અને તે ફેરા ના . ૮,૦૦૦ મનીષને દેવાના હતા. ત્યારબાદ ત્રણેક માસ પહેલા યુવાન મિત્ર સાથે ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે મનીષ બાઇક લઈને આવ્યો હતો અને ટ્રેકટરના ફેરાના પૈસા માંગ્યા હતા. જેથી યુવાને કહ્યું હતું કે, મારે તમને ફેરાના પિયા ૮૦૦૦ દેવાના છે અને તમારા મોટાભાઈ મહેશભાઈ પાસેથી . ૮,૦૦૦ લેવાના છે તો તમે બંને ભાઈઓ પિયાનો હિસાબ સમજી લેજો જેથી મારે કોઈ લેવાદેવા નહીં. તેવું કહેતા મનીષ ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે, તું મને મારા પિયા નહીં આપે તો જાનથી મારી નાખવાનો છે. જેથી યુવાને કહ્યું હતું કે, બે ત્રણ દિવસમાં તારા પિયા આપી દઈશ આમ કહેતા મનીષે કહ્યું હતું કે, તારા પિયા જોતા નથી તેમ કહીને જતો રહ્યો હતો. બાદમાં આ મનીષ અવારનવાર યુવાનના મિત્રોને કહેતો હતો કે આ ધવલને જાનથી મારી નાખવાનો છે જેથી અંતે યુવાને આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.