૧૧ વર્ષના માસૂમની હત્યા કરી, પગમાં પથ્થર બાંધી સેપ્ટિક ટાંકીમાં ફેંકી દીધી

  • October 17, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના ગાઝિયાબાદમાં ઓરમાન માતા એ તેના સાવકા પુત્રની હત્યા કર્યા બાદ ચુંદડીથી હાથ પગ બાંધી ઘરની જ સેપ્ટિક ટાંકીમાં ફેંકી દીધો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક અને તેની સાવકી માતા વચ્ચે રોજેરોજ દલીલો અને ઝઘડા થતા હતા. સીસીટીવી ફટેજમાં સામે આવ્યું છે કે બાળક રવિવારે બપોરે ૨ વાગ્યે ઘરની અંદર ગયો હતો પરંતુ બહાર આવ્યો નહોતો. તેથી પોલીસને આશંકા પડી હતી કે બાળકની હત્યા ઘરની અંદર કરવામાં આવી છે.


ગોવિંદપુરી વિસ્તારમાં ત્રીજા ધોરણમાં ભણતા ૧૧ વર્ષના માસૂમ વિધાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. તેનો મૃતદેહ ઘરની જ સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. બાળકના હાથ–પગ બાંધેલા હતા. પોલીસે બાળકની સાવકી માતાની શંકાના આધારે અટકાયત કરી છે. એસીપી જ્ઞાન પ્રકાશ રાયના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તેણે બાળકની હત્યા કરીને લાશને ટાંકીમાં છુપાવવાની કબૂલાત કરી છે.બાળકની હત્યા કર્યા બાદ તેના પગ દુપટ્ટા વડે બાંધી દીધા હતા. આ પછી, પથ્થરને બાંધીને સેપ્ટિક ટાંકીમાં છુપાવી દેવામાં આવ્યો હતો. બાળક ૧૪ કલાકથી ગુમ હોવાનું બહાનું કરીને તે પોલીસને ગેરમાર્ગે દોરતી રહી. સીસીટીવી કેમેરા ફટેજના આધારે પોલીસ સેપ્ટિક ટાંકી પાસે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન પાડોશીઓએ પોલીસને એમ પણ જણાવ્યું કે બાળક અને માતા વચ્ચે દરરોજ કોઈને કોઈ મુદ્દે ઝઘડો થતો હતો. જો કે હત્યાના કારણો સહિતના ઘણા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.મહિપાલ ગોવિંદપુરી ડબલ સ્ટોરી કોલોનીમાં ભાડાના મકાનમાં રહે છે. તેમને બે પુત્રો રાહત્પલ અને રોહિત છે. રાહત્પલે વર્ષ ૨૦૨૦ માં બાગપત જિલ્લાની રહેવાસી રેખા સાથે બીજા લ કર્યા. રેખા પહેલેથી જ પરિણીત છે અને એક પુત્રી (પરી)ની માતા છે. રાહુલને તેની પ્રથમ પત્ની રાજકુમારીથી પુત્ર શબ્દ (૧૧) હતો. રાજકુમારી અને રાહુલે વર્ષ ૨૦૨૦માં છૂટાછેડા લીધા હતા.


રવિવારે બપોરે ૩ વાગ્યાથી આ શબ્દ ગાયબ હતો
પરિવારના જણાવ્યા અનુસાર, બપોરે ૩ વાગ્યે રેખાએ રાહુલને પુત્રના ગુમ થવા અંગે જાણ કરી હતી. રાહુલે ઘણી શોધખોળ કરી, પણ કઈં મળ્યું નહીં. કોઈ સુરાગ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકી ગુમ થયાની નોંધ કરી શોધખોળ શ કરી હતી. સોમવારે બપોરે ૩ વાગ્યા સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

આ રીતે પોલીસને શંકા પડી
તપાસ દરમિયાન પોલીસે કોલોનીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફટેજની તપાસ કરી હતી. સોમવારે બપોરે ૪ વાગ્યાના સુમારે મહિપાલના ઘરની સામે લગાવેલા કેમેરામાં ખબર પડી કે બાળક રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ તેના ઘરની અંદર ગયો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો. જેના કારણે પોલીસને બાળક ઘરમાં હોવાની શંકા ગઈ હતી. પોલીસે ઘરમાં તપાસ કરી હતી.આ દરમિયાન ઘરની સેપ્ટિક ટાંકી યોગ્ય રીતે બધં ન હોવાનું બહાર આવ્યું હતું. તેના પર માત્ર લાકડાના પાટિયા મુકવામાં આવ્યા છે. યારે પોલીસે વાંસને સેપ્ટિક ટાંકીમાં મૂકયો ત્યારે તેમને શંકા હતી કે તેમાં બાળક છે. આ અંગે પાલિકાના કર્મચારીઓને બોલાવી લાશને બહાર કાઢવામાં આવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application