કાલાવડ તાલુકાના બાંગા ગામ માં પાંચ વર્ષના માસૂમ બાળકને કાળોતરો સાપ કરડી જતાં મૃત્યુ

  • July 23, 2021 10:57 AM 

બાળક ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો, દરમિયાન ઘરમાં ઘૂસી આવેલા સર્પે ડંખ મારી દેતાં ઝેરી અસરથી મૃત્યુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા પાંચ વર્ષના માસૂમ બાળકને પોતાના ઘેર કાળોતરો સર્પ કરડી ગયો હતો, અને ઝેરી અસરથી તેનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા સહદેવસિંહ ચુડાસમા નો પાંચ વર્ષનો પુત્ર દક્ષરાજસિંહ ચુડાસમા (ઉંમર વર્ષ ૦૫) કે જે ગઈકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર ટીવી જોઈ રહ્યો હતો, જ્યારે તેના માતા-પિતા રાજકોટ રહે છે. પરંતુ દાદા-દાદી સાથે રહેતો હોવાથી તેઓ ઘરમાં હતા. દરમિયાન એક કાળોતરો સાપ ઘરમાં ઘૂસી આવ્યો હતો, અને માસુમ બાળક દક્ષરાજસિંહ ને ડંખ મારી દેતાં ઝેરી અસર થઇ હતી, અને તરફડિયા મારવા લાગ્યો હતો.

આ સમયે ઘરમાં હાજર રહેલા બાળકના દાદા ખુમાનસિંહ ચુડાસમાએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો, જેને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના દાદા ખુમાનસિંહ ચુડાસમાએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ બી.એન. ચોટલિયા કાલાવડ ની સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા, અને બાળકના મૃતદેહને નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)