હડમતીયા પાસે બાઇકની ઠોકરે માસુમ બાળકને ફેક્ચર

  • July 01, 2021 11:40 AM 

જામનગર નજીક હડમતીયાથી વાગડિયા તરફના રોડ પર મોટર સાયકલના ચાલકે બેદરકારીથી ચલાવીને એક બાળકને અડફેટે લઈ ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી.

જામનગર નજીક હડમતીયા મતવા ગામમાં રહેતા કાનજી ઉકાભાઈ ધાવતર ઉંમર વર્ષ 31 દ્વારા પંચકોશી-એ માં મોટરસાયકલ નંબર જી જે 10 એ ક્યુ 6337 ના ચાલક નરસી પોપટ ધામેલીયા રહે. હડમતીયા ગામની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 7 ના રોજ હડમતીયા ગામ ફરિયાદીના ઘરની બહાર વાગડિયા તરફ જતા રોડ પર બાઈક ચાલકે પૂરઝડપે, બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના નવ વર્ષના પુત્ર મિલનને ટક્કર મારી પછાડી દઇને પગમાં ફેક્ચર અને માથાના ભાગે ઇજા પહોંચાડી નાસી છૂટયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS