કલ્યાણપુરની પરિણીતાને સાસરીયાઓનો સિતમ: પતિ સહિત ત્રણ સામે ગુનો

  • April 07, 2021 07:58 PM 

કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતી અને કાનાભાઈ હરદાસભાઇ કરમુરની 29 વર્ષીય પુત્રી જશુબેન મશરીભાઈ ચાવડાને તેણીના આઠ વર્ષના લગ્નગાળા દરમિયાન છેલ્લા દોઢેક વર્ષથી તેણીના પતિ મશરીભાઈ ડાડુભાઈ ચાવડા, સાસુ સંતોકબેન ડાડુભાઈ અને સસરા ડાડુભાઈ કુંભાભાઈ ચાવડા દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી, અને "તું કરિયાવરમાં કંઈ લાવેલ નથી"- તેમ કહી, છેલ્લા આશરે દોઢેક વર્ષથી ત્રાસ ગુજારવામાં આવતો હતો.

આટલું જ નહીં, સંયુક્ત કુટુંબમાં રહેતા જશુબેનને થોડા સમય પૂર્વે એક પુત્રનો જન્મ થયા બાદ પણ સાસરિયાઓએ ત્રાસ આપી, પતિએ ઢીકાપાટુનો માર મારી, દીકરા સાથે પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકતાં આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસે પતિ, સાસુ-સસરા સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS