નશાખોર પુત્રએ દીવાલ સાથે માથું અથડાવતા ઘવાયેલા પિતાનું મોત

  • January 24, 2024 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કુબલિયાપરા વિસ્તારમાં મકરસંક્રાતિના દિવસે કપાતર પુત્રએ પિતાના વાળ પકડી દીવાલ સાથે માથા અથડાવી તેમની હત્યાનો પ્રયાસ કર્યેા હતો.ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. નશો કરી આવેલા પુત્રને ઠપકો આપતા ઉશ્કેરાઇ તેણે આ હત્પમલો કર્યેા હતો. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો આરોપી પુત્રને ઝડપી લઇ જેલહવાલે કર્યેા હતો.બીજી તરફ સારવાર દરમિયાન વૃધ્ધે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.પોલીસે આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુબલીયાપરામાં રહેતા આકાશ સોલંકી (ઉ.વ ૩૦) ની ફરિયાદ પરથી તેના નાનાભાઈ અશ્વિન ઉર્ફે બાઠીયો સામે પિતાની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અશ્વિન મકરસંક્રાતિના દિવસે ઘરે નશો કરીને આવ્યો હોય પિતા અશોકભાઈ શંભુભાઇ સોલંકી(ઉ.વ ૬૫)એ પુત્રને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં પુત્રએ ઉશ્કેરાઇ પિતા અશોકભાઈના વાળ પકડી દીવાલ સાથે માથા અથડાવતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આરોપીના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
દરમિયાન ગઇકાલે સમી સાંજના વૃધ્ધ અશોકભાઇ સોલંકીએ સારવાર દરમિયાન હોસ્પિટલ બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.આ બનાવ અંગે હાલ જેલ હવાલે રહેલા આરોપી પુત્ર અશ્ર્વિન ઉર્ફે બાઠીયા સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application