કોલેજીયન યુવાપેઢીને આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ વિષયક અપાઇ જાણકારી

  • April 03, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ વિષય પર વ્યાખ્યાન યોજાયુ હતુ.
ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ, પી.જી. સેન્ટર ઑફ કોમર્સ એન્ડ ઇંગ્લીશ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વીનીત વર્મા અને પારૂલ યુનિવર્સિટીના લો ના વિભાગના પ્રોફેસર ડો. ‚ચિ તિવારી દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યા.  
આ સિમ્પોઝિયમમાં અંદાજે ૧૨૦ યુ.જી. અને પી.જી.ના વિદ્યાથીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ પાસાઓ તેમજ તેનો કોમર્સ, મેનેજમેન્ટ અને લોના ક્ષેત્રોમાં થયેલો ઉપયોગ અને તેના પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવો અંગે મહત્વપૂર્ણ જ્ઞાન મેળવ્યું.  
આ સિમ્પોઝિયમનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમજવાનો અને તેના વિવિધ ક્ષેત્રોમાં થનારા ઉપયોગોના નૈતિક, કાનૂની અને વ્યવહા‚ પાસાઓ પર વિચારવિમર્શ કરવાનો હતો. સાથે જ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો વચ્ચે જ્ઞાન અને વિચારોની આપલે માટે એક મંચ પૂરો પાડવાનો પણ હેતુ હતો.  આ કાર્યક્રમનું સફળ આયોજન ડો. જાનકી કોટેચા અને કિરણ ગોસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું આયોજન વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક અને સંવર્ધક અનુભવ સાબિત થયું. 
આ કાર્યક્રમની સફળતા બદલ કોલેજના ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી   ભરતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શાંતાબેન ઓડેદરા, વર્કિંગ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા,  એકેડેમિક ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, બી.એડ. કોલેજના ડાયરેક્ટર ડો. ઈશ્ર્વરભાઈ ભરડા, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. કેતનભાઇ શાહ, એમ. કોમ. ના હેડ પ્રોફેસર ડો. જાનકીબેન કોટેચા, એમ.  એ. ઈંગ્લીશના હેડ પ્રોફેસર કિરણબેન ગોસાઈ  તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application