ભારતમાં કન્યુમર પ્રાઇસ ઇન્ડેકસ (સીપીઆઈ) ઓકટોબરમાં ૧૪ મહિનાની ઐંચી સપાટીએ પહોંચી ગયો છે, જેનો અંદાજ ૫.૮૧ ટકા છે. રોઇટર્સના અર્થશાક્રીઓના સર્વે અનુસાર આ વધારો શાકભાજી અને ખાધતેલોના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે થયો છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના ૬ ટકાના સ્તરની નજીક હોવા છતાં, આ આંકડો ચિંતાજનક છે.
ભારતની ફુગાવાના બાસ્કેટનો અડધો હિસ્સો ધરાવતા ખાધપદાર્થેાના ભાવ પણ ગયા મહિને ઝડપથી વધ્યા હતા. ટામેટાં જેવા રસોડાના મહત્વના ઘટકોના ભાવ બે આંકડામાં વધ્યા છે, મુખ્યત્વે અસમાન વરસાદને કારણે ઉત્પાદનમાં અવરોધ ઊભો થયો છે. વધુમાં, સરકારે સપ્ટેમ્બરના મધ્યમાં ખાધ તેલ પર આયાત કર વધારીને ૨૦ ટકા કર્યેા, જેનાથી ભાવમાં વધુ વધારો થયો.
અર્થશાક્રીઓના જણાવ્યા અનુસાર ટામેટા અને ખાધ તેલમાં વ્યાપક ભાવ દબાણ જોવા મળ્યું છે. સપ્ટેમ્બરમાં થયેલા અકાળ વરસાદને કારણે ટામેટાંના પુરવઠામાં ઘટાડો થયો છે જયારે આયાત મોંઘવારીને કારણે, ખાધ તેલના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. ઓકટોબર માટે કોર ફુગાવાનો અંદાજ ૩.૬૦ ટકા છે. તેમાં ખોરાક અને ઊર્જા જેવા અસ્થિર માલનો સમાવેશ થતો નથી. તેની પાછળના મુખ્ય કારણો તહેવારો દરમિયાન માંગમાં વધારો અને સોનાના ભાવમાં વધારો છે.
ભારતમાં કન્યુમર પ્રાઇસ ઇન્ડેકસ (સીપીઆઈ) પર આધારિત વાર્ષિક રિટેલ મોંઘવારી દર પણ સપ્ટેમ્બરમાં વધીને ૫.૪૯ ટકા થઈ ગયો હતો જે ઓગસ્ટમાં ૩.૬૫ ટકા હતો. ડિસેમ્બર ૨૦૨૩ પછી આ સૌથી વધુ રિટેલ ફુગાવાનો દર છે, યારે તે ૫.૬૯ ટકા હતો. જો કે, આ ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના ૨–૬ ટકાના મધ્યમ ગાળાના લયની અંદર છે. આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે ફુગાવાના વધારાના જોખમોને હાઈલાઈટ કરીને દરમાં કાપની અપેક્ષાઓ ઓછી કરી છે. જો કે, અન્ય સર્વે અનુસાર, આરબીઆઈ ડિસેમ્બરમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech