BREAKING NEWS

અનંત સેવા: વિશ્વની પ્રથમ વાઈલ્ડ લાઈફ યુનિ. લોન્ચ

  • April 11, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકિઝકયુટિવ ડાયરેકટર શ્રી અનતં અંબાણી દ્રારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વનીપ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે.
વનતારા યુનિવર્સિટીપ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ–આધારીત અને ભવિષ્ય–લક્ષી મોડેલને આકાર આપશે.
વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યતં વ્યકિતગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરીયાત રહેલી હોવાની સમજેવનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રા થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે, એમ શ્રીઅનતં અંબાણીએ જણાવ્યું હતું.
પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ્ર કરવામાં આવી હતી.વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાક્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે.
હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં શ્રી અનતં અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ તરીકે ભારતની ઇકોલોજીકલ સમૃધ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનના પ્રતિક સ્વપે, ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃધ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલન્ડસ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઊચ્ચપ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન.
વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ–અલગ વિધાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાની જમીન પરના કાર્યની નિપૂણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે. કણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને, આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસ બનાવશે.
આ યુનિવર્સિટી વિવિધ વિધાશાખાઓમાં અંડરગ્રેયુએટ, પોસ્ટ–ગ્રેયુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ્ર અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શક્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાક્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે.
વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આયુનિવર્સિટી દ્રારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગેાના વિધાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે.
વનતારા યુનિવર્સિટીને અધતન શૈક્ષણિક અને કિલનિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર, આંતરરાષ્ટ્ર્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અધતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન–સિટુ અને એકસ–સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે.
પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આયુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
આ શિલાન્યાસ સમારોહની સાથે જ કણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્ર્રીય પ્રયાસનો પણ શુભારભં થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે.
વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ ધ્ષ્ટ્રિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News