મારી સાથે સંબધં નહીં રાખે તો મારી નાખીશ: વિધર્મી શખસની મહિલાને ધમકી

  • October 06, 2023 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયા રોડ પરના વિસ્તારમાં રહેતી મહિલાને વિધર્મી શખસ વારંવાર ફોન કરી બીભત્સ માંગણી કરતો હતો તેમજ જો તું મારી સાથે સંબધં નહીં રાખે તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપતો હોય મહિલાએ આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરીફ ઈબ્રાહીમભાઇ નારેજાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાપર વેરાવળમાં કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાંચેક વર્ષ પૂર્વે તે પરિવાર સાથે ધોરાજી રહેતી હતી અને રસોઈ બનાવવાનું કામ કરતી હતી. તે સમયે આરીફ નારેજા સાથે પરિચય થયો હતો. આરીફ ટુરની બસ ચલાવતો હતો અને તે યાત્રાળુઓની સીમલા– નાસિક બસ ચલાવતો હોય જેમાં રસોયાની જર પડતી હોય જેથી મહિલા રસોઈ કામ અર્થે અહીં જતી હતી તે દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો.

આથી એકાદ માસ પૂર્વે ફરિયાદીના મોબાઈલ નંબર પર આરીફનો ફોન આવ્યો હતો અને પ્રથમ ઔપચારિક વાતો કર્યા બાદ તેણે બીભત્સ માંગણી કરી હતી.જેથી મહિલાએ મારે તારી સાથે કોઈ સંબધં રાખવા નથી તેવું કહેતા તે અવારનવાર ફોન કરવા લાગ્યો હતો અને ગાળો આપી કહેતો હતો કે,તું મારી સાથે સંબધં નહીં રાખે તો જાનથી મારી નાખીશ.આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૫૦૬(૨),૩૫૪(ક) અને ૫૦૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application