રાજકોટ જિલ્લામાં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારના બંને રવિવારે વીજ પાવર સ્ટેગરિંગ રાખવામાં આવે તો ઉદ્યોગકારો પણ રવિવારે તેમના પૂરા પરિવાર સાથે રજાની મજા માણી શકે, આથી હવે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનએ આ દિશામાં વિચારણા કરી સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તમામ ઔદ્યોગિક સંગઠનો તેમના સભ્યો સાથે આ બાબતે વિચાર વિમર્શ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રનું મુખ્ય પાટનગર ગણાતું રાજકોટ હવે ધીમે ધીમે ઔદ્યોગિક વિકાસ એટલે વિકાસની હરણફાળ કરી રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી રાજકોટના તમામ ઔદ્યોગિક એકમો બુધવારે રજા રાખે છે જ્યારે ઘરના પરિવારના અન્ય સભ્યો અને સંતાનોને રવિવારે રજા હોવાથી કારખાનાદારો પોતાના બાળકો અને પરિવાર સાથે રવિવારની રજા માણી શકતા નથી. અગાઉ સૌરાષ્ટ્રમાં વીજ કટોકટી હોવાના કારણે ઉદ્યોગોમાં વધારે પાવરલોડ ની જરૂરિયાતને પગલે બુધવારે કારખાનાઓમાં રજા નો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે જામનગરમાં શુક્રવારે તો જુનાગઢમાં શનિવારે એવી રીતે સરકાર દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જ જિલ્લાઓમાં પાવરલોડનું બેલેન્સ જળવાઈ રહે તે મુજબ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જ્યારે હવે સૌરાષ્ટ્રમાં વીજ પાવરની અછત દૂર થઈ છે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે છે.આથી હવે ઉદ્યોગકારો પણ તેમના પરિવાર સાથે રજાની મજા માણી શકે તે માટે સૌથી પહેલી પહેલ મેટોડા જીઆઇડીસી એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવી છે. મેટોડા જીઆઇડીસી એસોસિએશનની 24 તારીખે એ.જી.એમ. મળવાની છે તેમાં આ વિષય પર ઉદ્યોગકારો સાથે ચચર્િ વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
ઉદ્યોગકારો સહમત હશે તો સરકારમાં રજૂઆત
આજી જીઆઇડીસી ના પ્રમુખ નરેશભાઈ શેઠે જણાવ્યું હતું કે, વીજ પુરવઠાની દ્રષ્ટિએ હવે ગુજરાત અગ્રેસર રહ્યું છે. અગાઉ પણ ઉદ્યોગકારોએ આ બાબતે માંગણી કરી હતી કે બુધવારના બદલે રવિવારે રજા જાહેર કરવામાં આવે. દરેક એસોસિએશન અને ઉદ્યોગકારો રવિવારની રજા માટે સહમત થશે તો સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં ક્લેરીકલ સ્ટાફને રવિવારે રજા આપવામાં આવે છે. જો તેના બદલે બધા જ કર્મચારીઓને એક સાથે રજા મળે તો ઉદ્યોગોકારોની સાથે કામદારોને પણ તેમના પરિવારજનો સાથે રહેવાનો આનંદ મળે
વીજપાવર હવે પૂરતો મળે છે
મેટોડા જીઆઇડીસી એસોસિએશનના રમેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂતકાળ બની ગયો છે. વર્તમાન સમયમાં પાવર સપ્લાયની કોઈ સમસ્યા ન હોવાના કારણે જો આ રજા રવિવારએ કરવામાં આવે તો ઉદ્યોગકારો સાથે તેમના પરિવારજનોને પણ ફાયદો થાય એમ છે. તો પરિવારના સભ્યો સાથે રજા માણી શકે અને બુધવારે રજા હોવાના કારણે બાળકો સ્કૂલે ગયા હોય છે આખી તેમની સાથે તેમને સમય ગાળવાનો સમય મળતો નથી, ઘણી વખત રવિવારે વ્યવહારિક પ્રસંગોમાં પણ હાજરી આપી શકાતી નથી. જેને લઈને હવે કારખાનાદારોએ આ બાબતે વિચાર શરૂ કર્યો છે કે બુધવારના બદલે રવિવારે પાવર સ્ટેગરિંગ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે.
ઘણી કંપનીઓ પબ્લિક લિમિટેડમાં આવી જતા રવિવારની રજા માટે માગણી કરે છે
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અમૃતભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, વીજપાવરની વધઘટના લીધે સરકાર દ્વારા અગાઉ બુધવાર રાજકોટ જિલ્લા માટે અપાયો છે જેના લીધે 25 વર્ષથી બુધવારે જ ઇન્ડસ્ટ્રીઝમાં રજા હોય છે. કારખાનાઓમાં વધારે લોડ ની જરૂર હોવાના લીધે પાવર જનરેટ કરવા માટે બુધવારે સ્ટેનરિંગ રાખવામાં આવે છે જ્યારે રાજકોટમાં પણ હવે સ્થાનિક કંપ્નીઓ કોર્પોરેટ કક્ષાની બની રહી છે ઘણી બધી કંપ્નીઓ પબ્લિક લિમિટેડ કંપ્નીઓમાં સમાવિષ્ટ થઈ જતા શેર બજારમાં શનિ-રવિ રજા હોવાના લીધે તેમની પણ માંગણી એવી છે કે બુધવાર ના બદલે રવિવારે રજા મળે. આ અંગે સરકારમાં રજૂઆત કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech