BREAKING NEWS

વાઈબ્રન્ટમાં ૨૩ દેશના ઉદ્યોગપતિઓ રાજકોટ આવશે

  • January 02, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ તા. ૧૧થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાને આવરી લેશે.પ્રથમ વી.જી.આર.સી. મહેસાણામાં તા.૯-૧૦ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ યોજાઈ હતી. આ બીજી રીજીયોનલ કોન્ફરન્સ છે. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે ૧૧ જાન્યુઆરીએ બપોરે ૩.૩૦ કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ તથા ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાશે.

વીજીઆરસીની થીમ રીજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન રાખવામાં આવી છે.પાર્ટનર કન્ટ્રીઝ તરીકે યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો જોડાયા છે. ૧૩ જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ જોડાયા છે. અત્યાર સુધીમાં કુલ ૬,૩૬૪ રજીસ્ટ્રેશન થયા છે જેમાં ભારત સહિત ૨૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન મળ્યા છે. ટ્રેડ શો અને એક્ઝિબિશન તા. ૧૧-૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે.

કુલ ૨૬,૪૦૦ ચોરસ મીટરમાં પ્રદર્શન યોજાશે. જેમાં ૪,૪૦૦ ચો.મી.નો ખાસ પેવેલિયન એમએસએમઇ, કુટીર અને હસ્તકલા ઉદ્યોગ માટે ફાળવવામાં આવ્યો છે.

ડેઈલી લકી ડ્રો, કારીગરો દ્વારા ઉત્પાદનોનું પ્રદર્શન, બાયર્સ સેલર્સ મીટ, બી ટુ બી મીટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેગ ડિસ્પ્લે, સ્ટાર્ટ અપ - એમ.એસ.એમ.ઈ. માટેના વિશેષ પેવેલિયન વગેરે મુખ્ય આકર્ષણો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application