ફલોરિડામાં હેલોવીન સેલિબ્રેશનમાં અંધાધૂંધ ફાયરિંગ, બે લોકોનાં મોત

  • October 30, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર થયો છે. આ વખતે આ ઘટના લોરિડાના ટેમ્પામાં બની છે યાં હેલોવીન સેલિબ્રેશનમાં ભાગ લઈ રહેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. રવિવારે બનેલી આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.લોરિડાના ટેમ્પામાં રવિવારે વહેલી સવારે બે જૂથો વચ્ચેની લડાઈ ઘાતક બની ગઈ યારે ગોળીબારમાં બે લોકો માર્યા ગયા. યારે વધુ ૧૮ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ માહિતી આપી હતી.ટેમ્પાના પોલીસ વડા લી બાર્કવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બરો સિટી વિસ્તારમાં પૂર્વ સેવન્થ એવન્યુમાં ગોળીબારના અહેવાલ પર અધિકારીઓ સવારે ૩ વાગ્યે પહોંચ્યા હતા.


પોલીસે શું કહ્યું
તેમણે કહ્યું કે પોલીસ પાસે હાલમાં નક્કર માહિતી નથી કે જે લોકો વચ્ચે લડાઈ થઈ હતી તેઓ ફાયરિંગ પહેલા કોઈ બારની અંદર હતા કે નહીં. બરકાવે કહ્યું, 'તે બે જૂથો વચ્ચે ઝઘડો અથવા લડાઈ હતી. બે જૂથો વચ્ચેની આ લડાઈમાં ત્યાં હાજર અનેક નિર્દેાષ લોકો ફસાઈ ગયા હતા. તેમણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોની ઈજાઓ વિશે કોઈ વિગતો આપી ન હતી.તેણે કહ્યું કે એક શંકાસ્પદ પોતાને પોલીસ સમક્ષ રજૂ કર્યેા અને તપાસકર્તાઓને શંકા છે કે ગોળીબારમાં ઓછામાં ઓછા બે લોકો સામેલ હતા.


નાસભાગથી લોકો ઘાયલ

પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસ હવે બે જૂથો વચ્ચેની લડાઈનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે હેલોવીન કોસ્ચ્યુમમાં લોકો યારે ગોળી ચલાવવામાં આવ્યા ત્યારે શેરીમાં પીતા અને વાત કરતા હતા. જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને કેટલાક લોકો ટેબલો પછાડી તેમની પાછળ છુપાઈ ગયા હતા.

આરોપી સામેથી પોલીસ પાસે પહોંચ્યો
ટામ્પાના પોલીસ વડા બરકાવે પણ જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યકિત પોતે પોલીસ સમક્ષ આવી ગયો છે. તપાસકર્તાઓ માને છે કે ઓછામાં ઓછા બે હત્પમલાખોરો સામેલ હતા. પોલીસ બે જૂથો વચ્ચેના મારામારી પાછળના કારણોની તપાસ કરી રહી છે. ગોળીબારના સ્થળે અધિકારીઓ હાજર હતા પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. અમારે સામેલ પરિવારો અને તેમાં સામેલ પીડિતો વિશે વિચારવું પડશે, બાર્કેાએ કહ્યું. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application