સંજીવનીનો શુભારંભ : વિદેશી મહામારીનો દેશી ઈલાજ, વર્તમાન બનશે હવે ભૂતકાળ, વાંચો ક્યાં શહેરમાં કોણે લીધી પ્રથમ રસી

  • January 16, 2021 10:29 PM 4175 views

કોરોના સામેની લડત જીતવા માટે આજે દેશભરમાં દુનિયાના સૌથી મોટા રસીકરણના મહાઅભિયાનની શરૂઆત થઇ છે, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સવારે સાડા દસ વાગ્યે પ્રથમ તબક્કાના રસીકરણ અભિયાનની શરૂઆત પહેલા સંબોધન કર્યું હતું. દેશના તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં આજે ત્રણ લાખથી વધુ હેલ્થ વર્કર્સને કોવિડ 19ની રસી આપવામાં આવશે.

સમગ્ર દેશભરમાં વિદેશી મહામારી સામે દેશી ઈલાજ અને કોરોના રસીકરણનો પ્રારંભ થયો છે, આ અંતર્ગત સૌથી પહેલા દિલ્હી AIIMSમાં આરોગ્યક્ર્મીને રસી આપવામાં આવી હતી. AIIMSનાં ડીરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ રસી લીધી હતી. રાજ્યભરમાં 162 સ્થળે વેક્સિનેશનની કામગીરી શરુ કરવામાં આવી છે જે અંતર્ગત અહમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા,પોરબંદર, ક્ર્ચ્છ ભુજ સહિત સમગ્ર રાજ્યભરમાં આ રસી યજ્ઞનો પ્રારંભ થયો છે. આ મિશન અંતર્ગત રાજકોટમાં સિવિલ હોસ્પીટલમાં ડો.પંકજ બુચે તો પદ્મકુંવરબા હોસ્પીટલમાં ડો.હિરેન કોઠારીયાએ વેક્સીન લીધી હતી. જ્યારે સુરતમાં ડો.કેતન દેસાઈએ તો પોરબંદરમાં સિવિલ હોસ્પિટલના RMO દિનેશ ઠાકોરે પ્રથમ રસી લીધી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application