સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ગઈકાલે (2 સપ્ટેમ્બર) ભારતીય વાયુસેના (IAF) ના સુખોઈ-30MKI ફાઈટર એરક્રાફ્ટ માટે 240 એરો-એન્જિન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વાયુસેના પાસે રશિયન મૂળના 272 સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ છે. આ ફાઈટર પ્લેન ભારતીય વાયુસેનાના જેટ વિમાનોનો સૌથી મોટો કાફલો છે. સુખોઈ વિમાનો AL-31FP એન્જિનનો ઉપયોગ કરે છે, જે રશિયામાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવા એન્જિનથી વિમાનોને વધુ મજબૂતી મળવાની છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) રૂ. 26 હજાર કરોડના ખર્ચે આ એન્જિનોનું નિર્માણ કરશે. એચએએલમાં સંરક્ષણ મંત્રાલયનો સૌથી મોટો હિસ્સો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, "એચએએલ દ્વારા આ એરો-એન્જિનોની સપ્લાય એરફોર્સના કાફલાની જરૂરિયાતોને પૂરી કરશે, જેથી તે તેની કામગીરી ચાલુ રાખીને દેશની સંરક્ષણ સજ્જતાને મજબૂત કરી શકે. એક વર્ષ પછી આ એરો-એન્જિનોની ડિલિવરી કરવામાં આવશે અને તમામ એન્જિન આઠ વર્ષના સમયગાળામાં સોંપવામાં આવશે."
સુખોઈ એરક્રાફ્ટનું એન્જિન સ્વદેશી હશે
એન્જિનમાં 54 ટકાથી વધુ સ્વદેશી ઘટકો લગાવવામાં આવશે. આનું ઉત્પાદન HALના કોરાપુટ વિભાગમાં કરવામાં આવશે. કોરાપુટ વિભાગ ઓડિશામાં હાજર છે. એન્જિનના ઉત્પાદન માટે રશિયા પાસેથી ટેક્નોલોજી પણ ટ્રાન્સફર થશે. માત્ર કેટલાક સ્પેર, ફોર્જિંગ અને કાસ્ટિંગ બહારથી આયાત કરવા પડી શકે છે. HALનો અંદાજ છે કે સમગ્ર સુખોઈ એરક્રાફ્ટના જીવન ચક્ર દરમિયાન વાયુસેનાને લગભગ 900 એન્જિનની જરૂર પડશે.
સુખોઈ વિમાન માટે નવા એન્જિનની જરૂર કેમ પડી ?
ટ્રિબ્યુને સૂત્રોના હવાલાથી કહ્યું કે રશિયા યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે. જેના કારણે ભારતને એન્જિનનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે. સુખોઈ વિમાનના કાફલામાં કેટલાક વિમાનો 20 વર્ષ જૂના છે. ચોક્કસ સંખ્યામાં ઉડ્ડયન કલાકો પછી એરક્રાફ્ટ એન્જિન બદલવા પડે છે. ટ્વીન એન્જિન સુખોઈ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કાફલાઓમાંનું એક છે.
એરો-એન્જિનનો ફાયદો શું છે?
એરો-એન્જિન ઓછા ઇંધણનો ઉપયોગ કરે છે. આનાથી કાર્બનનું પ્રમાણ પણ ઓછું થાય છે. સાથે જ એરક્રાફ્ટમાં વાઇબ્રેશન પણ ઓછું થાય છે. એરો-એન્જિનને કારણે વધુ ઊંચાઈએ પ્લેન ઉડાડવું સરળ બને છે. આ એન્જિનના કારણે એરક્રાફ્ટની ફ્લાઈટ રેન્જ પણ વધે છે અને તે લાંબી ફ્લાઈટ્સમાં ખૂબ અસરકારક સાબિત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech