ગુજરાત રાજયની સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગઈકાલથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શ કરવામાં આવી છે આજે બેઠકના બીજા દિવસે નિરીક્ષકો સેન્સ લઈને આખરી યાદી તૈયાર કરશે મહદ અંશે આજે સાંજ સુધીમાં પ્રથમ યાદી જાહેર થાય તેવા સંકેત મળી રહ્યા છે.
આજે ભાજપની પ્રદેશ પાર્લામેનટ્રી બોર્ડનો બીજો દિવસ છે. યારે ગઈકાલે ચાલેલી મેરેથોન બેઠકમાં અનેક બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી ગઈકાલે રાજકોટ ગાંધીનગર ખેડા આણદં જુનાગઢ જિલ્લ ાની પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આજે બાકી રહેતી જિલ્લા પંચાયત અને નગરપાલિકા, અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો પર ઉમેદવારો પર મનોમંથન કરવામાં આવશે.
નગર્પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની ચયન પ્રક્રિયાનો આખરી તબક્કો ભાજપે શ કર્યેા છે. બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નિરીક્ષકોએ સેન્સ લઇને તૈયાર કરેલી યાદી અંગે સત્તાવાર પરામર્શ કરાયો હતો. આ દરમિયાન મળતી માહિતી મુજબ ગત ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં નો રીપિટ થિયરી અપનાવાઇ હતી, પરંતુ આ વખતે નો રિપીટને બદલે સુયોગ્યને તકનો સિદ્ધાંત અપનાવાયો છે.
અલબત્ત પક્ષીય સંગઠનમાં સ્થાન મેળવનારને અહીં ટિકિટ આપવી. કે કેમ તે બાબતે વિચારણા ચોક્કસ થઇ છે. આજે સાંજ સુધી ચાલનારી બેઠકમાં બાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને કેટલીક પાલિકાના ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારોના નામોની આખરી યાદી જાહેર કરવામાં આવશે શનિવારે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લ ો દિવસ હોવાથી ઉમેદવારોને તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહેશે.
આ વખતે પ્રથમ વખત ૨૭ ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાઇ રહી હોવાથી ઉમેદવાર તરીકે ઓબીસી ચહેરાઓને ભરપૂર તકની સંભાવના રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મહામંત્રીઓ રત્નાકર, રજની પટેલ, વિનોદ ચાવડા, સિનિયર નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પરષોત્તમ પાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, 9 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ હિંસા વચ્ચે આપ્યું હતુ રાજીનામું
February 13, 2025 08:39 PMજામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ... ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
February 13, 2025 07:31 PMકોગ્રેસ નેતા પરેશ ધાનાણી જામ જોધપુર ની ગલીઓમા ફર્યા...અને કર્યો પ્રચાર
February 13, 2025 07:23 PMયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 07:15 PMધર્મગુરૂ દલાઈ લામાની સુરક્ષામાં વધારો, કેન્દ્રએ તેમને Z શ્રેણીની આપી સુરક્ષા
February 13, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech