૧૫ નવેમ્બરે પૂરા થયેલા સાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૧૭.૭૬ બિલિયન ઘટીને યુએસ ૬૫૭.૮૯ ડોલર બિલિયન થયું છે.આરબીઆઈના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા સાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ ૧૮ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ જાણકારી આપી. ગયા અઠવાડિયે દેશની વિદેશી મુદ્રા ભંડાર ૬.૪૭ અબજ ડોલર ઘટીને ૬૭૫.૬૫ અબજ ડોલર થયું હતું. ફોરેન એકસચેન્જ રિઝર્વમાં અત્યાર સુધીના ઉચ્ચ સ્તરેથી ૪૭ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે
સપ્ટેમ્બરના અંતે વિદેશી મુદ્રા ભંડાર ૭૦૪.૮૮ બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. ત્યારપછી છેલ્લા કેટલાય સાહોથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. જો સર્વેાચ્ચ સ્તરેથી જોવામાં આવે તો, દેશના વિદેશી હંડિયામણ ભંડારમાં ૪૭ અબજ ડોલર નો ઘટાડો થયો છે. ગઈકાલે રિઝર્વ બેંક દ્રારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારનો મહત્વપૂર્ણ ભાગ ગણાતી વિદેશી મુદ્રા સંપત્તિ ૧૫ નવેમ્બરના રોજ પૂરા થયેલા સાહમાં ૧૫.૫૫ બિલિયન ડોલર ઘટીને ૫૬૯.૮૩ બિલિયન ડોલર થઈ ગઈ છે.
સમીક્ષા હેઠળના સાહમાં સોનાના ભંડારનું મૂલ્ય ૨.૦૭ બિલિયન ડોલર ઘટીને ૬૫.૭૫ બિલિયન ડોલર થયું છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટસ ૯૪ મિલિયન ડોલર ઘટીને ૧૮.૦૬ બિલિયન ડોલર થયા છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ૧૫ નવેમ્બરના રોજ પૂરા થયેલા સાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફડં પાસે ભારતની અનામત ૫૧ મિલિયન ડોલર ઘટીને ૪.૨૫ બિલિયન ડોલર થઈ ગઈ છે. સપ્ટેમ્બરના અંતમાં વિદેશી મુદ્રા ભંડાર ૭૦૪.૮૮ બિલિયન ડોલરના સર્વેાચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ત્યારપછી છેલ્લા કેટલાય સાહોથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં જોરદાર જીત બાદ મુંબઈના બીજેપી કાર્યાલયમાં લગાવાયું 'એક હૈં તો સેફ હૈ'નું પોસ્ટર
November 23, 2024 02:00 PMમહારાષ્ટ્રમાં મહાયુતીના જીતના જશ્નની જામનગરમાં ભાજપ દ્વારા ઉજવણી
November 23, 2024 01:57 PMજામનગરમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ સાબરમતી રિપાર્ટ મૂવી નીહાળી
November 23, 2024 01:54 PMજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech