પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી છે. ભારત સરકારે 16 મુખ્ય પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યા બાદ આ પગલું લીધુ છે.
આ યુટ્યુબ ચેનલોએ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી તેમજ ખોટા અને ભ્રામક વીડિયોઝ દર્શાવ્યા હતા. આ પહેલા, ભારત સરકારે ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી, જેમાં ઘણા ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. આજે ભારતે ભારતમાં બાબર આઝમ, મોહમ્મદ આમિર, નસીમ શાહ, શાહીન આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, હેરિસ રૌફ અને ઇમામ ઉલ હકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા.
ભારત દ્વારા પ્રતિબંધિત પ્લેટફોર્મમાં મુખ્ય પાકિસ્તાની ન્યૂઝ ચેનલો ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામા જેવા યુટ્યુબ હેન્ડલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને કડક સજા આપવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને એવી સજા આપવાની વાત કરી જે કલ્પના કરતાં પણ મોટી હોય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આતંકવાદીઓને પસંદગીપૂર્વક મારવાની વાત કરી છે.
ગુરુવારે (૧ એપ્રિલ, ૨૦૨૫) થી પાકિસ્તાનના એફએમ રેડિયો સ્ટેશનોએ ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કરી દીધું. પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. ભારતીય ગીતો, ખાસ કરીને લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા મહાન ગાયકોના ગીતો, પાકિસ્તાનીઓમાં લોકપ્રિય છે અને અહીંના એફએમ રેડિયો સ્ટેશનો પર દરરોજ વગાડવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech