ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ઋષિ સુનકનું સ્થાન લેનાર ચાર ઉમેદવારો પૈકીના એક રોબર્ટ જેનરિકે ખાસ કરીને ભારત અને વિયેતનામને નિશાન બનાવતા જે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પરત સ્વીકારવાનો ઈનકાર કરે તેવા દેશો માટે વીઝા પર સખત પ્રતિબંધ લગાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે દાવો કર્યો હતો કે, 2023માં કામ, મુસાફરી અને અભ્યાસ માટે 250,000 ભારતીય નાગરિકોને વિઝા આપવામાં આવ્યા હતા, જ્યારે અંદાજિત 100,000 ભારતીયો વર્તમાનમાં યુકેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને સેંકડોમાં પરત ફરનારાઓ અટવાઈ ગયા છે.
જેનરિકે યુકેમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓની દેશ-નિકાલની સંખ્યામાં પાંચ ગણો વધારો હાંસલ કરવાના હેતુથી પાંચ-પોઇન્ટ યોજનાની રૂપરેખા આપી હતી, જેમાં દર વર્ષે કુલ નિકાલની સંખ્યા 100,000 કરતાં વધી શકે છે. તેમને કહ્યું કે, આ દેશો સાથે કઠોર વર્તન કરવાનો અને જ્યાં સુધી તેઓ યુકેમાં ગેરકાયદે રહેતા તેમના નાગરિકોને પરત લેવા માટે સંમત ન થાય ત્યાં સુધી વિઝા આપવાનો ઇનકાર કરવાનો સમય આવી ગયો છે. આ યુ.કે. અને ભારત વચ્ચે 2021માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (એમઓયુ)ના પગલે આવે છે, જેનો હેતુ ગેરકાયદેસર ભારતીય નાગરિકોને પરત કરવાની સુવિધા સરળ બનાવવાનો છે. જો કે, 2023માં યુ.કે. માત્ર 22,807 ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ભારતીય નાગરિકો આ કુલ સંખ્યાના 15% (3,439 વ્યક્તિઓ)હતા. પોતાની ટિપ્પણીમાં જેનરિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુ.કે. સરકારે એવા દેશોને વિઝા અને વિદેશી સહાય પર કડક નિયંત્રણો લાદવા જોઈએ જેઓ સ્વદેશ પરત આવવાનું પાલન કરતા નથી. તેમણે ઇરાક, સોમાલિયા અને અફઘાનિસ્તાનના નામ એ અન્ય દેશો તરીકે લીધા છે જેનાથી યુ.કે. સહાયથી ફાયદો થયો છે, તેઓએ પરત ફરવામાં સહયોગ કર્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech