દુબઈ શહેરમાં મિલકતો ધરાવતા વિદેશીઓમાં ભારતીયો ટોચ પર

  • May 16, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના દૈનિક ડોનએ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાનના નેતાઓ અને સૈન્યના અધિકારીઓએ દુબઈમાં મિલકતો ખરીદી રાખી છે. ભારતીયો દુબઈમાં રહેણાંક મિલકતોની માલિકી ધરાવતા વિદેશીઓની યાદીમાં ટોચ પર છે. ૨૯,૭૦૦ ભારતીયો દુબઈમાં ૩૫,૦૦૦ મિલકતોના માલિકો છે. આ મિલકતોનું કુલ મૂલ્ય ૨૦૨૨ માટે ૧૭ બિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સંયુકત આરબ અમીરાત શહેરમાં ૨૩,૦૦૦ રહેણાંક મિલકતોના ૧૭,૦૦૦ માલિકોની યાદીમાં ભારત પાકિસ્તાન પછી આવે છે.ડોનનો અહેવાલ દુબઈમાં રિયલ એસ્ટેટના માલિકોની આંતરરાષ્ટ્ર્રીય તપાસ 'દુબઈ અનલોકડ' પર આધારિત હતો. આ તપાસ, જે છ મહિના સુધી ચાલુ રહી, તેનું નેતૃત્વ 'ઓર્ગેનાઈડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોટિગ પ્રોજેકટ' (ઓસીઆરપી) દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરના ૭૦ થી વધુ પત્રકારત્વ સંગઠનો અને પત્રકારો સામેલ હતા.
ઓસીઆરપીની અધિકૃત વેબસાઇટ કહે છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે દુબઈના હાઉસિંગ માર્કેટમાં વિદેશી માલિકી ૨૦૨૨માં અંદાજે ૧૬૦ બિલિયન ડોલર સુધી પહોંચી હતી. લીક થયેલા રેકોડર્સ, જે મોટાભાગે ૨૦૨૨ અને ૨૦૨૦ના છે, તે ૨૦૧૬ અને ૨૦૨૦ના દુબઈ પ્રોપર્ટીના રેકોર્ડના અગાઉના લીક પર આધારિત છે. વેબસાઇટે જણાવ્યું હતું.

તપાસ અહેવાલ મુજબ પશ્ચિમી લોકશાહીઓમાં મિલકતની માલિકી પર પ્રતિબંધો અથવા કાયદાની પકડથી દુર રહેવા માટે વિદેશીઓ દુબઈમાં મિલકતો ખરીદી રહ્યા છે. તાજેતર સુધી, યુનાઇટેડ આરબ અમીરાતમાં ઘણા દેશો સાથે પ્રત્યાર્પણ સંધિઓનો અભાવ હતો, જેના કારણે તે વિશ્વભરના ભાગેડુઓ માટે જવા માટેનું સ્થળ બની ગયું હતું, તેમ અહેવાલમાં જણાવાયું છે. દુબઈના તરફના આકર્ષણનું બીજું મુખ્ય પરિબળ તેની ઝડપથી બદલાતી સ્કાયલાઇનમાં રોકાણની વિશાલ તકો છે તેમ પણ અહેવાલમાં કહેવાયું છે.

ઓસીઆરપીએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ મિલકતના માલિકોને ત્રણ શ્રેણીઓમાં મૂકી શકાય છે: કથિત ગુનેગારો, પ્રતિબંધોનો સામનો કરી રહેલા વ્યકિતઓ અને વિશ્વભરમાંથી ભ્રષ્ટ્રાચારના આરોપમાં સંડોવાયેલા રાજકીય વ્યકિતઓ.રિપોર્ટરોએ માત્ર દુબઈની મિલકતોના માલિકોણી વિગતો જાહેર હિતની સેવા આપતા કેસોમાં જ જાહેર કર્યા છે. આમાં મિલકતના માલિકોનો સમાવેશ થાય છે કે જેઓ ગુનામાં દોષિત અથવા આરોપી છે, પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે, અથવા જાહેર અધિકારીઓ અથવા તેમના સહયોગી છે, જેમાં ભ્રષ્ટ્રાચારના આરોપીઓ અથવા જેઓ સામેલ છે. તેમણે સેલિબ્રિટી અથવા અન્ય ખાનગી વ્યકિતઓ વિશે ન લખવાનું પસદં કયુ છે.

દુબઈમાં ૧૭ હજાર પાકિસ્તાનીઓની ૨૩ હજાર પ્રોપર્ટી
ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ પરવેઝ મુશર્રફ અને વર્તમાન રાષ્ટ્ર્રપતિ આસિફ અલી ઝરદારી મિલકતના માલિકો તરીકે દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ અને જાહેર માલિકીની યુટિલિટી કંપનીઓમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી રિપોર્ટમાં પાકિસ્તાનીઓની નોંધપાત્ર સંડોવણીને પ્રકાશિત કરવામાં આવી છે. દુબઈમાં મિલકતોની માલિકીના સંદર્ભમાં પાકિસ્તાનીઓ બીજા નંબરની સૌથી મોટી રાષ્ટ્ર્રીયતા છે, તેમનો સામૂહિક હિસ્સો ૧૧ બિલિયનનો છે. ૧૭,૦૦૦ પાકિસ્તાનીઓ અહીં ૨૩,૦૦૦ પ્રોપર્ટી ધરાવે છે.


પાકિસ્તાનનો કાયદો શું કહે છે?
જે લોકો પાકિસ્તાનમાં વર્ષમાં ૧૮૩ દિવસથી વધુ સમય માટે રહે છે તેઓએ વર્તમાન વિનિમય દરના આધારે વિદેશમાં તેમની મિલકતની કિંમત કરવી જોઈએ. જો આ પ્રોપર્ટીની કિંમત ૧૦ કરોડ પિયાથી વધુ હોય તો તેણે તેના પર એક ટકા ટેકસ ચૂકવવો પડશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કાયદા પર સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ જો તમે વિદેશમાં રહેતા પાકિસ્તાની છો, તો તમારે પાકિસ્તાનમાં કમાયેલા પૈસા પર જ ટેકસ ચૂકવવો પડશે. તમારે વિદેશમાં તમારી કોઈપણ સંપત્તિ વિશે સરકારને જણાવવાની જર નથી. આ તપાસ ઓર્ગેનાઈડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોટિગ પ્રોજેકટ દ્રારા હાથ ધરવામાં આવી હતી

મિલકત ધારકોમાં અંબાણી, અદાણી

ફોબ્ર્સના રિપોર્ટ અનુસાર, દુબઈમાં સૌથી મૂલ્યવાન સંપત્તિ ધરાવતા ટોચના ત્રણ અબજોપતિઓ પણ ભારતીય છે. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ૨૪૦ મિલિયન ડોલરે, લુલુ ગ્રુપના ચેરમેન એમ એ યુસુફ અલી ૭૦ મિલિયન ડોલર અને બુર્જિલ હોલ્ડિંગ્સના માલિક શમશીર વાયલીલ પરમબાથ, ૬૮ મીલીયન ડોલરની  દુબઈમાં અંદાજિત પ્રોપર્ટી વેલ્યુ ધરાવે છે. અબજોપતિ ગૌતમ અદાણીના મોટા ભાઈ, વિનોદ અદાણીની દુબઈમાં ૨૦ મિલિયન ડોલરની કિંમતની લગભગ ૧૭ વિવિધ મિલકતો છે. જોકે, તે સાયપ્રસના નાગરિક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application