યુએસએ વિઝા રદ કર્યા તો ભારતની મહિલા દેશ છોડીને નીકળી ગઈ

  • March 15, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય નાગરિક અને કોલંબિયા યુનિવર્સિટીમાં શહેરી આયોજનમાં ડોકટરલ વિધાર્થી રંજની શ્રીનિવાસન, એફ–૧ વિધાર્થી વિઝા પર યુએસમાં પ્રવેશ્યા હતા. શ્રીનિવાસન હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના લીધે તેમના વિઝા રદ કરવામાં આવતા પોતે જ દેશ છોડીને ચાલતા થઈ ગયા હતા.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટીએ જાહેરાત કરી છે કે કોલંબિયા યુનિવર્સિટીના એક ભારતીય ડોકટરલ વિધાર્થીએ સીઈપી હોમ એપનો ઉપયોગ કરીને સ્વ–દેશનિકાલ કર્યેા છે. સુરક્ષા વિભાગે કહ્યું કે તેમના વિઝા રદ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ હમાસને ટેકો આપતા હતા. ભારતીય નાગરિક અને કોલંબિયા યુનિવર્સિટીમાં શહેરી આયોજનમાં ડોકટરલ વિધાર્થી રંજની શ્રીનિવાસન, એફ–૧ વિધાર્થી વિઝા પર યુએસમાં પ્રવેશ્યા. ડીએચએસ અનુસાર, શ્રીનિવાસન હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે રંજન શ્રીનિવાસનનો વિઝા રદ કર્યેા. વિભાગે જણાવ્યું હતું કે ત્યારબાદ તેણે ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ સીબીપી હોમ એપનો ઉપયોગ કરીને સ્વ–દેશનિકાલ કર્યેા અને તેનું વિડિયો ફટેજ પણ બનાવ્યું.
યુએસ હોમલેન્ડ સિકયુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે દેશનિકાલ અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું, યુનાઇટેડ સ્ટેટસમાં રહેવા અને અભ્યાસ કરવા માટે વિઝા મેળવવો એ એક વિશેષાધિકાર છે. યારે તમે હિંસા અને આતંકવાદની હિમાયત કરો છો, ત્યારે તે વિશેષાધિકાર રદ કરવો જોઈએ અને તમારે આ દેશમાં રહેવું જોઈએ નહીં. કોલંબિયા યુનિવર્સિટીના આતંકવાદ સમર્થકોમાંથી એકને સ્વ–દેશનિકાલ માટે સીબીપી હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા જોઈને મને આનદં થયો.
પેલેસ્ટિનિયન વિધાર્થીની ધરપકડ
આ દરમિયાન, બીજી એક ઘટના પણ ચર્ચામાં છે. પશ્ચિમ કાંઠાની અન્ય એક પેલેસ્ટિનિયન વિધાર્થી, લેકા કોર્ડિયા, નેવાર્કના અધિકારીઓ દ્રારા તેના એફ–૧ વિધાર્થી વિઝાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાજરીના અભાવે તેમના વિઝા ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સમા થઈ ગયા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application