ભારતીય–અમેરિકન નાગરિક અશ્વિન રામાસ્વામી યુએસ વિધાનસભા માટે યોર્જિયાની બેઠક પરથી ચૂંટણી લડનારા પ્રથમ ભારતીય અમેરિકન જેન–ઝેડ બન્યા છે. માત્ર ૨૪ વર્ષના રામાસ્વામી અમેરિકી રાય યોર્જિયાની સેનેટ સીટ પરથી ઝંપલાવશે .રામાસ્વામીને સમુદાયના નવા ઉભરતા નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. રામાસ્વામીના માતા–પિતા ૧૯૯૦માં તમિલનાડુથી અમેરિકા આવ્યા હતા.જેન ઝેડ એ એક શબ્દ છે જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે, જેનો અર્થ છે ૧૯૯૭ અને ૨૦૧૨ ની વચ્ચે જન્મેલ છોકરો અથવા છોકરી. અમેરિકાના રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં વિવેક રામસ્વામીએ પણ જુકાવ્યુ હતું જેમને પાછળથી ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. અશ્વિન અને વિવેક રામસ્વામી વચ્ચે કોઈ જ સંબધં નથી, બંને અલગ વ્યકિત છે.
રામાસ્વામી, બીજી પેઢીના ડેમોક્રેટ, યોર્જિયાના ડિસ્ટિ્રકટ ૪૮માં સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડી રહ્યા છે. રામાસ્વામી આઉટગોઈંગ રિપબ્લિકન શોન સ્ટિલનું સ્થાન લેશે તેવી આશા છે. જો તે ચૂંટણી જીતશે તો યોર્જિયા વિધાનસભામાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન બનશે. રામાસ્વામીએ સોટવેર એન્જિનિયરિંગ, ચૂંટણી સુરક્ષા અને ટેકનોલોજી કાયદા અને નીતિ સંશોધનમાં કારકિર્દી બનાવી છે.
રામાસ્વામીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું મારા સમુદાય માટે રાયની સેનેટની ચૂંટણી લડી રહ્યો છું. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે દરેકને મારી પાસે સમાન તકો મળે. હત્પં ખાતરી કરવા માંગુ છું કે સમુદાય પાસે નવો અવાજ છે. યુવાનો રાજકારણમાં જોડાય ત્યારે પ્રતિનિધિત્વ વધે છે. દરેક વ્યકિતએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ ગુણવત્તાયુકત શિક્ષણ મેળવે. અમે ઈચ્છીએ છીએ કે લોકોને નોકરીની સાથે અન્ય અધિકારો પણ મળવા જોઈએ. તેના માતા–પિતા બંને આઈટી સેકટરના છે.
મારા માતા–પિતા બંને ૧૯૯૦ના દાયકામાં અમેરિકા આવ્યા હતા. મારી માતા ચેન્નાઈની છે, મારા પિતા કોઈમ્બતુરના છે. હું ભારતીય અને અમેરિકન સંસ્કૃતિ સાથે મોટો થયો છું. હું હિંદુ છું. મને આખી જિંદગી ભારતીય સાંસ્કૃતિક ફિલસૂફીમાં ખૂબ જ રસ રહ્યો છે. યારે હત્પં મોટો થયો, ત્યારે હું ચિન્મય મિશન કિન્ડરગાર્ટનમાં ગયો, યાં મેં રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા જેવા મહાકાવ્યો શીખ્યા. હત્પં કોલેજમાં હતો ત્યારે સંસ્કૃત શીખ્યો હતો. મેં તમામ પ્રાચીન ગ્રંથો વાંચ્યા છે. મને ઉપનિષદો વાંચવામાં ખૂબ રસ પડો. માં આખું જીવન યોગ અને ધ્યાન કરવામાં વીત્યું. હવે હત્પં આ જ્ઞાનને નવા યુવાનો સુધી પહોંચાડી રહ્યો છું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech